મહેસાણાના એક ગામમાં લગ્ન પ્રસંગમાં વ્યક્તિએ ઢોલી પર રૂપિયાનો વરસાદ કર્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મેહસાણા:મહેસાણાના એક ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન રૂપિયાનો વરસાદ થયો હતો. લગ્ન પ્રસંગમાં એક વ્યક્તિએ જોશમાં આવીને પ્લાસ્ટિકનો કોથળો ભરીને રૂપિયા ઉડાડ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં રૂપિયાનો વરસાદ જોઈને તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ મહેસાણાના એક ગામમાં લગ્ન પ્રસંગમાં એક વ્યક્તિએ કોથળો ભરીને રૂપિયા ઉડાડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો મહેસાણાના લીંચ ગામનો હોવાનું સામે આવી રહ્યું છે. જ્યાં કોઈ લગ્ન પ્રસંગ દરમિયાન ઢોલ નગારાંના તાલ સાથે એક વ્યક્તિ ગામ લોકોની વચ્ચે પ્લાસ્ટિકની બેગ ભરીને પૈસા રોડ પર ફેલાવતો નજરે પડી રહ્યો છે.

આ સમગ્ર ઘટનાને લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. વીડિયોમાં દસની નોટો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જોકે, આ વીડિયો ક્યારનો છે એ અંગે હજુ સુધી વિગતો જાણવા મળી નથી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.