વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન આખરે ઝડપાઈ ગયો છે. કેટલાક દિવસોથી નાસતો ફરતો આરોપી અશોક જૈનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અશોક જૈન પાલિતાણાથી પકડાયો છે. ત્યારે આ કેસમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કેસમાં પોલીસ પહેલે દિવસથી જ સમગ્ર મામલે સક્રિય થઈ હતી. પીડિતાને ન્યાય મળે તેવી ચાર્જશીટ કરવામાં આવશે.
આ પણ વાંચો – ફઈએ સગી ભત્રીજીને તેની માસીના બે દિકરા પાસે બળાત્કાર કરાવ્યો : અમરેલી
સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર રહેલા આરોપી સીએ અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની ૨ ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતાં. પરંતુ પીડિતાના કેસ કર્યાના દિવસથી જ અશોક જૈન ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલો બહાર આવ્યા બાદથી અશોક જૈન અને રાજુ ભટ્ટ બંને ફરાર થઈ ગયા હતા. પરંતુ રાજુ ભટ્ટ જૂનાગઢથી પકડાયો હતો. ત્યારે પોલીસ તેના રિમાન્ડ મેળવીને આ કેસમાં જાેડાયેલી અનેક માહિતી મેળવી છે. સાથે જ રાજુ ભટ્ટ પીડિતાને જે જે જગ્યાએ લઈ ગયો હતો, તે સ્થળો પર રિકન્સ્ટ્રક્શન કરાવાયુ હતું. ત્યારે હવે અશોક જૈનના પકડાવાથી ખૂટતી કડીઓ હાથ લાગશે.