ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ આજે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું આશા વર્કરોની મુખ્ય માગણીઓમાં ફિક્સ પગાર, લઘુત્તમ વેતન અને ઓનલાઈન કામગીરીનો વિરોધ સામેલ. જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં એકત્ર થયેલી આશા વર્કર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું તેમણે ચીમકી આપી કે જો તેમની માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો.

આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા પંચાયતના બગીચામાં એક આશા વર્કર બહેનની તબિયત લથડી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમે પ્રાથમિક સારવાર આપી.
![]()
સારવાર બાદ મહિલા કર્મીની તબિયતમાં સુધારો નોંધાયો આશા વર્કરોએ જણાવ્યું કે તેમને ફરજિયાત ઓનલાઈન કામગીરી કરવાનું કહેવામાં આવે જે તેમના માટે મુશ્કેલ બની રહી તેઓ ફિક્સ પગાર અને લઘુત્તમ વેતનની માગણી સાથે અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણની પણ માગ કરી રહ્યા.



