પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: વિજાપુર તાલુકાના કોલવડા ગામના વિહોલ બલવંતસિંહ રજુજી ઉ.વ.૪૦ રહે: દરબારવાસની વિજાપુર પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ માં જણાવ્યા મુજબ બે દિવસ પહેલા રાત્રે ચડાસણાથી કોલવડા મ તરફ સાહેદ સાથે ચાલતા જતા હતા તે દરમિયાન એસન્ટ ગાડીની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો.એસન્ટ ગાડી જી.જે.૦૨.એ.પી.૨૨૦૮ના ચાલક પટેલ હરેશભાઈ બાબુભાઈએ પોતાની ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી માણસની જીંદગી જોકામય તે રીતે ચલાવી પાછળ થી ટક્કર મારતા બલવંતસિંહ વિહોલને શરીરે નાની મોટી એજાઓ થઇ હતી, તથા બંને હાથે ઈજાઓ પહોચાડતા ગાડી નો ચાલક નાસી ચુક્યો હતો.

આ અંગે ઈજાગ્રસ્ત વિહોલ બલવંતસિંહ રજુજી ઉ.વ.૪૦ રહે: કોલવડાએ તેજ ગામ,ગામના એસન્ટ ગાડીના ચાલક પટેલ હરેશભાઈ વિરુધ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદ પગલે વિજાપુર પોલીસે કાનૂની કાર્યવાહી વધુ તપાસ હાથ ધરી હતી.