દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેને લઇને કેન્દ્ર સરકાર ચિંતિત જણાઇ રહી છે. સાથે જ આવનારા સમયને લઇને સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરવા માટે પણ કમર કસી છે.કેન્દ્રએ રાજ્યોને દેશમાં કોરોનાના વાયરસનુ સંક્રમણ વધવા અંગેની તપાસ માટે એડવાઇઝરી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોરોના વાયરસના કેસ કાબૂમાં લેવા માટે કેટલાક નિર્દેશો સૂચવ્યા છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્ર લખીને સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને અસ્થાયી હોસ્પિટલ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યુ છે. તેમજ કોરોનાના કેસ પર નજર રાખીને કંટ્રોલ રૂમ બનાવવાની સલાહ આપી છે. સાથે જ જિલ્લા- ઉપજિલ્લા લેવલે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવા અને કોવિડ ડેડિકેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરવા સલાહ આપી છે
પત્રમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના કેસમાં તેજી આવી છે જેથી બની શકે છે કે આગળના સમયમાં હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મુશ્કેલીઓ આવી શકે. જેથી ફિલ્ડ લેવલે અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવે સાથે જિલ્લા સ્તરે પણ સર્વેલન્સ સક્રિય કરવામાં આવે.રાજેશ ભૂષણ અને આઇસીએમઆરના પ્રમુખ બલરામ ભાર્ગવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલગ અલગ જગ્યાઓ પર ૨૪ કલાક રેપિડ એન્ટીજન ટેસ્ટ બૂથ શરૂ કરવા નિર્દેશ આપ્યા હતા. સાથે જ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ કરવો તથા સામાન્ય લક્ષણો ધરાવનાર વ્યક્તિને હોમ ટેસ્ટ કિટનો વપરાશ કરવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યુ હતું
ન્યુજ એજન્સી