દિવાળીમાં તો મિઠાઈની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે એવામાં વસ્તુઓનું તપાસ કરવું ખૂબ જ જરૂરી છે
રંગો વાળી મીઠાઈઓથી તહેવારોમાં દૂરી રાખો કારણ કે મીઠાઈઓમાં સિન્થેટિક રંગ મિક્ષ કરવામાં આવે છે
ગરવી તાકાત, મહેસાણા તા. 05 – તહેવારની સીઝન શરૂ થતાની સાથે જ મિઠાઈઓમાં ભેળસેળનો ખેલ પણ શરૂ થઈ જાય છે. તહેવારોમાં જેવી દૂધથી બનેલી વસ્તુઓની માંગ વધે છે. એવામાં અમુક ભેળસેળીયાઓ, ભેળસેળવાળુ દૂધ, પનીર, ખોયા અને માલો વેચે છે. તહેવાર ખૂબ જ નજીક છે એવામાં જરૂરી છે તમે અસલી અને નકલીની ઓળખ કરીને જ મિઠાઈ ખરીદો. કારણ કે દિવાળીમાં તો મિઠાઈની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે એવામાં વસ્તુઓનું તપાસ કરવું ખૂબ જ જરૂરી છે.
ઘણા લોકો તહેવારમાં પોતાના ઘરે જ મિઠાઈઓ બનાવે છે અથવા તો બહારથી ખરીદે છે. એવામાં જ્યારે પણ તમે ખોયા ખરીદો તો તેની શુદ્ધતાની તપાસ કરો. સૌથી પહેલા થોડા ખોયાને ઉકાળો. તે ઠંડુ થયા બાદ તેમાં આયોડીનના અમુક ટીંપા નાખો. જો ત્યાર બાદ ખોયા જો પોતાનો રંગ બદલી લે તો ખોયા નકલી છે. ખોયા હંમેશા ચિકણું અને મીઠુ હોય છે. માટે ખોયાને ખરીદતી વખતે તમે તેને મસળીને પણ ચેક કરી શકો છો અને તેની મીઠાસથી પણ તપાસ કરી શકો છો.
તહેવારોની સીઝનમાં સૌથી વધારે ટેન્શન નકલી મીઠાઈઓનું હોય છે. કારણ કે તહેવારની શરૂઆતથી લાડવા, કાજૂ કતરી, બરફી, રસગુલ્લા જેવી મીઠાઈઓની વાત થાય છે. પ્રશાદથી લઈને વહેચવા સુધી ફક્ત મીઠાઈઓને જ મહત્વ આપવામાં આવે છે. હકીકતે અમુક મીઠાઈઓ સિલ્વર ફોઈલમાં આવે છે. પરંતુ તહેવારોમાં નકલી સિલ્વર ફોઈલમાં મીઠાઈઓને લપેટીને વેચવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.
તહેવારમાં ભેળસેળ વાળા પનીરથી પણ બચવું જોઈએ. એવામાં જ્યારે પણ તમે પનીર લો તો તેની ઓળખ કરી લો. પનીરનો એક ટુકડો લઈને તેને મસળીને જુઓ, જો પનીર તૂટીને વેરાઈ જાય તો પનીર નકલી છે. નકલી પનીરમાં સ્કીમ્ડ મિલ્ક પાઉડર હોય છે. તેનાતી તે વધારે દબાણ સહન ન કરી શકે અને તૂટી જાય છે. આ ઉપરાંત રંગો વાળી મીઠાઈઓથી તહેવારોમાં દૂરી રાખો. કારણ કે મીઠાઈઓમાં સિન્થેટિક રંગ મિક્ષ કરવામાં આવે છે. અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. માટે આવી મીઠાઈ ન ખરીદવી જોઈએ અને રંગ મિક્ષ કરીને ઘરે પણ મીઠાઈ ન બનાવવી જોઈએ.