ગાવ ચલો અભિયાન અંતર્ગત ભાજપના સાંસદ-ધારાસભ્યો 24 કલાક કાર્યકર્તાના ઘરે રાત્રિ રોકાણ કરી સંવાદ કરશે
ગરવી તાકાત, મહેસાણા તા. 08- ગુજરાત લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા રણનિતી ઘડવાનો એકશન પ્લાન શરુ કરી દીધો છે. જેમાં હવે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી તા. 10-2-24 તથા 11-02-2024 દરમિયાન ગાવ ચલો અભિયાન ચલાવશે જેમાં સાંસદો તેમજ ધારાસભ્ય અને પાર્ટીના પદાધિકારીઓ, ચૂંટાયેલા સદસ્યો તેમજ અન્ય જવાબદાર કાર્યકર્તાઓ પોતાના વતનથી બીજા ગામમાં જઇ 24 કલાક માટે કાર્યકર્તાઓના ઘરે રોકાઇને બુથમાં રહેતા લોકોનો સંપર્ક કરશે તેમજ શહેરી વિસ્તારમાં પણ આજ રીતે એક કાર્યકર્તા પોતાના વોર્ડમાંથી બીજા વોર્ડમાં જઇને સંપર્ક અભિયાનમાં જોડાશે. આમ બુથ કાર્યકરો તેમજ ગ્રામજનો, અને સ્થાનિકો સાથે સંવાદ કરશે.

ગુજરાત રાજ્યની 182 વિધાનસભાઓમાં દરેક વિધાનસભા અધ્યક્ષ પાંચ હજાર કરતાં વધારે લાભાર્થીઓના સંમેલનનું પ્રધાનમંત્રી જ્યારે સંબોધન કરવાના છે. ત્યારે આ સંબોધન બાદ ગુજરાતના 51786 બુથ દરેક બુથમાં મુખ્યમંત્રીથી લઇ બુથ કાર્યકર તેવા તમામ કાર્યકર્તાઓએ 24 કલાકનું રાત્રિ રોકાણ કરીને એક મહા સંપર્ક અભિયાન વિકસિત ભારત વિકસિત ગુજરાતની માહિતી આપવા માટે અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકોનો સંપર્ક કરવાનું આ અભિયાન ઉપાડ્યું છે તેમા સૌ કાર્યકર્તાઓ જવાના છે.
મહેસાણાના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ કડી તાલુકાના ધરમપુર ખાતે જશે અને મુલાકાત લેશે તેમજ 24 કલાક રાત્રિ રોકાણ કરશે અને ગ્રામ્યજનો સાથે ચર્ચા કરશે. પાર્ટીના એજન્ડા મુજબ બુથ પ્રતિનિધીની બેઠક કરશે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે બુથ સમિતિની બેઠક ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વિકાસ કામોને ચર્ચા કરશે અને ભાવિ વિકાસની જરુરીયાતો મુજબ સંવાદ કરશે.
જ્યારે પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય રજનીભાઇ એસ.પટેલ બરીયફ ગામે બુથ નં. 65માં ચોવીસ કલાકનું રોકાણ કરી બુથ કાર્યકરો સહિત ગ્રામ્યજનો સાથે સંવાદ કરશે. કેબનીટ મંત્રી ઋષિકેશભાઇ જી. પટેલ વિસનગર શહેરના બુથ નં. 96 અને બુથ નંબ 97માં રાત્રિ રોકાણ કરી સ્થાનિકો તેમજ કાર્યકરો સાથે સંવાદ કરશે. લોકસભાના સાંસદ શારદાબેન પટેલ મહેસાણા શહેરના બુથ નં. 12માં ચોવીસ કલાકનું રોકાણ કરી સંવાદ કરશે. પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી ખેરાલુ તાલુકાના વરેઠા ગામે ચોવીસ કલાકનું રોકાણ કરી ગ્રામજનો તેમજ કાર્યકરો સાથે સંવાદ કરશે. જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ મહેસાણા તાલુકાના પાલોદર ગામે ચોવીસ કલાકનું રાત્રિ રોકાણ કરી ગ્રામજનો તેમજ કાર્યકરો સાથે ચર્ચા કરશે.
તો કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી કડી તાલુકાના કુંડાળ ગામે ચોવીસ કલાકનું રાત્રિ રોકાણ કરી કાર્યકરો સાથે અને ગ્રામજનો સાથે સંવાદ કરી તમામ બાબતે માર્ગદર્શન આપશે. મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલ મહેસાણા શહેરના બુથ નં. 30માં ચોવીસ કલાક સ્થાનિક અને કાર્યકરો સાથે સંવાદ કરશે. જ્યારે ખેરાલુ તાલુકાના ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામે ચોવીસ કલાકનું રાત્રિ રોકાણ કરી ગ્રામજનો અને કાર્યકરોને માર્ગદર્શન આપશે.
બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર બહુચરાજી તાલુકાના સદુથલા ગામે ગામના બુથ નં. 97 અને 98માં રાત્રિ રોકાણ કરી ચોવીસ કલાકનું રોકાણ કરી બુથ કાર્યકરો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરશે. ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ ઊંઝા તાલુકાના કહોડા ગામે ચોવીસ કલાકનું રાત્રિ રોકાણ કરી બુથ કાર્યકરો અને ગ્રામજનો સાથે બેઠક કરી ચર્ચા કરશે. પ્રદેશ ઉપપ્રમુખ એમ.એસ.પટેલ સુરત ખાતે, લોકસભા પ્રભારી સંજયભાઇ દેસાઇ માણસા, લોકસભા સંયોજક જયશ્રીબેન પટેલ, વિજાપુર ખાતે, જિલ્લા પ્રમુખ ગિરીશભાઇ રાજગોર ઊંઝા તાલુકાના ઐઠોર ખાતે, જિલ્લા બેંક ચેરમેન વિનોદભાઇ પટેલ કડી તાલુકાના બલાસર ગામે, જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર કનોડાના બુથ નં. 94-95ના બુથ કાર્યકરો અને ગ્રાંમજનો સાથે સંવાદ કરશે. જ્યારે જિલ્લા મહામંત્રી મહેશભાઇ પટેલ બુથ નં. 1 પર ગ્રામજનો તેમજ બુથ કાર્યકરો સાથે ત્રાસવાદ ગામે ચોવીસ કલાક દરમિયાન રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે ભાજપમાં થયેલા વિકાસની ગાથા તેમજ ગ્રામજનોની જરુરિયાતો સમજવા સહિત બુથ કાર્યકરો સાથે સંવાદ કરશે.