મહેસાણાના જગુદણ પાસે રેલ્વે કોરીડોરની કામગીરીમાં ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો છે. જેમાં અહિયાં કામ કરતી આર્યવર્ત પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ખનન ચોરી કર્યાનુ સામે આવ્યુ છે. અહિયા ખનન ચોરીની ફરિયાદો આધારે મહેસાણા ભુસ્તર વિભાગે રેડ કરી હતી.
મહેસાણા ભુસ્તર વિભાગ દ્વારા જગુદણના રેલ્વે કોરીડોરમાં આર્યવર્ત પ્રાઈવેટ લીમીટેડ કંપની દ્વારા ખનન ચોરી થતી હોવાથી રેડ પાડવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત કંપનીના 3 ડમ્પર અને એક હીટાચી મશીન કબ્જે કરવામાં આવ્યુ છે. આર્યવર્ત કંપની દ્વારા કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર માટીનુ ખોદકામ કરવામાં આવી રહ્યુ હતુ. આ મામલે મહેસાણા ભુસ્તર વિભાગને ધ્યાને આવતાં તેમને મહેસાણા પોલીસને સાથે રાખી રેઈડ પાડી હતી.
આર્યવર્ત પ્રાઈવેટ લીમીટેડ કંપની દ્વારા ગેરકાનુની રીતે માટીનુ ખોદકામ કરી રેલ્વે કોરીડોરની કામગીરીમાં વાપરવામાં આવતી હતી. અત્યાર સુધી કોઈ પણ રોયલ્ટી ભર્યા વગર હજારો ટન માટીનુ ખોદકામ જગુદણ ગામમાં થયુ હોવાનુ સામે આવ્યુ છે. જેમાં કંપની દ્વારા લાખોની રોયલ્ટી ચોરી કરી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જગુદણ ગામમાંથી આ લે-ભાગુ કોન્ટ્રાક્ટરો સરકારીની તીજોરીમાં રોયલ્ટી ભર્યા વગર કરોડો રૂપીયાનુ નુકશાન કરેલ છે. જો ખરેખર આ મામલે સરકાર સાચી હકીકત સામે લાવવા માંગતી હોય તો રેલ્વે કોરીડોરમાં નાખેલી માટીની સીએમટી પ્રમાણે માપવામાં આવે. રેલ્વે કોરીડોરમાં નાખેલી માટીની ક્વોન્ટીટી પ્રમાણે સરકારની તીજોરીમાં એક પણ રૂપીયાની રોયલ્ટી ભરાયેલ છે ? આ બાબતે નાયબ મુખ્યમંત્રીના જીલ્લામાં કરોડો રૂપીયાની ખનન ચોરી ચાલી રહી હોઈ યોગ્ય તપાસ થશે ખરી? કે પછી મેરા ભારત મહાન…..
તમને જણાવી દઈયે કે, આર્યવર્ત પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કન્ટ્રક્શનની કામગીરી કરે છે. જેમાં તે બ્રીજ, બીલ્ડીંગ્સ, કેનાલો બનાવવાનુ કામ કરે છે. જેની સાથે તે નિર્માણ સામગ્રીનુ મટીરીયલ પ્રોવાઈડ પણ કરે છે. અને વિવિધ મશીનરીને ભાડે વેચાણ આપવાનુ પણ કામ કરે છે.