ગરવીતાકાત,અરવલ્લી: ભારત સરકાર દ્વારા ૩૭૦ ની કલમ દૂર કરતાં સ્વદેશી જાગરણ મંચે કેન્દ્ર સરકારને કાશ્મીર ના મામલે પાકિસ્તાનને ચીની સરકાર દ્વારા મદદ કરતાં તેનો વિરોધ કરતું આવેદનપત્ર અને ચીનના કોઇપણ ઉદ્યોગો કાશ્મીરમાં સ્થાપના ના કરવા સરકારને આવેદનપત્ર અપાયું સાથે સાથે સ્વદેશી જાગરણ મંચના અધિકારીઓએ વૃક્ષારોપણ અને શિક્ષક દિન હોવાથી સરસ્વતી સ્કૂલ વી.એસ.શાહ પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ઉજવણી કરી જેમાં  ઉપરાંત સંયોજક નિરવદન ભાઈ ભટ્ટ અને ચૈતન્ય ભાઈ ભટ્ટ દ્વારા સ્વદેશી અને વિદેશી વસ્તુ એમાં કઈ વસ્તુ વાપરવી તેના વિશેની સમજ બાળકોને આપવામાં આવી આગામી આવી રહેલા તહેવારોના અનુસંધાનમાં પોતાના દેશમાં બનાવેલી વસ્તુઓ જ વાપરવી તેવું બાળકોને આહવાન કરવામાં આવ્યું આવેદનપત્ર ..શિક્ષણ દિન અને વૃક્ષો રોપણ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના સંયોજક  નિલેશ જોશી તાલુકા સંયોજક વિનોદભાઇ પટેલ શહેર સંયોજક નવનીતભાઇ પરીખ અને સભ્યો હાજર રહ્યા શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બનેલા બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: