ગરવીતાકાત, અરવલ્લી: અરવલ્લી જિલ્લા માં આગામી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશમાં યોજાવાની છે ત્યારે અરવલ્લી જીલ્લામાં પણ રથયાત્રા ની તડામાર તૈયારીઓ જોશોરથી ચાલી રહી છેભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતપૂર્ણ માહોલમાં નીકળે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સહેર ના વિવિધ વિસ્તરોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં અરવલ્લી જિલ્લા પોલીસ સ્ટાફ જોડાયો હતો અરવલ્લી જિલ્લા ના ધનસુરા બાયડ શામળાજી સહિત ના વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઓ યોજાય છે ત્યારે રથયાત્રા દરમિયાન ભાઈ ચરો અને શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મોડાસા માં રથયાત્રા ભગવાન બાલક નાથજી ના મંદિરે થી નીકળી ને શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરે છે તે રૂટ પર  ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી

Contribute Your Support by Sharing this News: