ગરવીતાકાત,અરવલ્લી(તારીખ:૧૫)

અરવલ્લી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી.આ સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી રજુ કરાયેલા જિ.પંચાયતના ડીડીઓ સહિતના અધિકારીઓને અપાયેલા સ્વભંડોળ,પંચાયત ફંડ તેમજ સામાન્ય સભા દ્વારા અગાઉ સોંપાયેલા અધિકારો પરત ખેંચવા ઠરાવ રજુ કરાયો હતો.

અરવલ્લી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન પ્રવર્તે છે.આ જિલ્લા પંચાયતની સામાન્ય સભા 14 નવેમ્બરને બપોરે 1.00 કલાકે સભાખંડ માં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.સભાની કાર્યવાહીના પ્રારંભે ગત સભાના પ્રોસેડીંગનું વંચાણ કરાયા બાદ એક કલાકની મર્યાદામાં પ્રશ્નોતરી રજુ કરાઈ હતી.એજન્ડામાં રજુ કરાયેલા 12 કામો ઉપર જરૃરી ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી.જયારે અધ્યક્ષ સ્થાનેથી રજુ કરાયેલા એક ઠરાવે ચર્ચાઓ જગાવી હતી.

અરવલ્લી જિલ્લા પંચાયતના ડીડીઓથી માંડી કેટલાક અધિકારીઓ પંચાયત અધિનિયમ અન્વયે વ્યવસ્થાને અનુરૃપ ન હોય તેવો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને  વિશ્વાસમાં લીધા સિવાય વહીવટ ચલાવતા હોવાનો સનસનીખેજ આક્ષેપ આ સામાન્ય સભામાં કરાતાં જ ચર્ચાઓ ઉઠી હતી.સભાના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમારનાઓએ અધ્યક્ષ સ્થાનેથી ડીડીઓને સોંપાયેલા કેટલાક અધિકારો પરત ખેંચી જેતે સમિતિ ઓને સોંપવા અને પ્રમુખની મંજુરી લીધા સિવાય સ્વભંડોળ માંથી કોઈપણ પ્રકારનો ખર્ચ પાડી શકાય નહી તેવો ઠરાવ રજુ કર્યો હતો.

આ ઠરાવની દરખાસ્તમાં જણાવયા મુજબ આજની સભા પંચાયત અધિનિયમ અન્વયે પંચાયતના વહીવટના હિતમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળના અને પંચાયત ફંડના તેમજ અગાઉ જિ.પંચાયતની સામાનય સભાએ ડીડીઓ સહિતના અધિકારીઓને જે અધિકારો આપ્યા હતા.તે આજની સભા આ અધિકારો પરત ખેંચવાનું ઠરાવે છ ે.અને આ ડીડીઓને અપાયેલ અધિકારો કારોબારી સમિતિને અને અન્ય અધિકારીઓને સુપ્રત કરેલા તમામ અધિકારીઓ જેતે સમિતિઓને સુપ્રત કરવાનું ઠરાવ રજુ કરાયો હતો.

આ ઠરાવ બાદ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી પ્રમુખની સંમતિ લીધા સીવાય કોઈપણ પ્રકારનો ખર્ચ પાડી શકાશે નહી એમ પ્રમુખે તેમની યાદીમાં જણાવ્યું હતું.

જયારે આ ઠરાવ પસાર કરાયો હોવાનું પણ પ્રમુખે જણાવ્યું હતું.આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ની મુદ્દત વધારવા,સ્ટેમ્પ ડયુટી ના કામોને વહીવટી મંજુરી આપવા,આરોગ્ય વિભાગના કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેનટરો ના મકાનો કંડમ કરવા અને શાળાઓ મર્જ કરવા સહિતના કામો ઉપર વિગતે ચર્ચા કરી જરૃરી ઠરાવો કરાયા હતા.

Contribute Your Support by Sharing this News: