અમરેલી : વિકટર અને ચાંચ ખેરા ગામોના દરિયાકાંઠે વિદેશી પક્ષીઓનુ આગમન

November 30, 2020
ચાલુ વર્ષે જિલ્લાના તમામ જળાશયો છલોછલ ભરાયા હોય જેથી પ્રવાસી પક્ષીઓની સંખ્યા વધશે:ફલેમીંગો.પેલીકન.કુંજ.બન્યા દરીયાઇ કાઠાના મહેમાન 
અમરેલી જિલ્લાના દરિયાકાંઠે દર શિયાળામાં મોટી સંખ્યામાં છેક રશીયાથી ઉડાન ભરીને આવતા પ્રવાસી પક્ષીનું આગમન થાય છે.ચાલુ વષઁ શિયાળાની શરૂઆતમાં જ પ્રવાસી પક્ષીઓ આવવાની શરૂઆત થઇ ગઇ છે.દરિયાકાંઠાના વિકટર.ચાંચ.ખેરા.પટવામાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવી ચુકયા છે. આવનારા સમયમાં અહી લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓના ઝુંડ ઉતરી આવશે. ઓણસાલ અમરેલી જિલ્લામાં પ્રવાસી પક્ષીઓ માટે ખુબ જ સાનુકુળ માહોલ છે.
તસ્વીર,રીપોર્ટ – વેદ પટેલ

આ પણ વાંચો –  રાજુલા પોસ્ટ ઓફિસ : સમય પહેલા કામગીરી બંદ કરી ગ્રાહકોને પાછા મોકલી દેતા રજુઆત

ચાલુ વષઁ ભરપુર વરસાદને પગલે અમરેલી જિલ્લાના તમામ જળાશયો છલોછલ ભરાયા છે અને ગામડાઓમાં હવે નાના મોટા તળાવો પણ પાણીથી ભરપુર પડયા છે.જેને પગલે આ પ્રવાસી પક્ષીઓને સાનુકુળ વાતાવરણ મળી રહેશે આમપણ રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠે આ યાયાવર પક્ષીઓને ભરપુર ખોરાક મળી રહે છે. અહી માણસોની અવરજવર ઓછી રહેતી હોય આ પક્ષીઓને સાનુકુળ વાતાવરણ મળી રહે છે.ઓણસાલ અહી શિયાળાના આરંભથી જ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવવાની શરૂઆત થઇ ચુકી છે. ફલેમીંગો,પેલીકન જેવા પક્ષીઓ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે.  સાઇબીરીયાથી લાંબી ઉડાન ભરી આ પક્ષીઓ જિલ્લાના જુદાજુદા જળાશયો પર ઉતરી રહ્યાં છે. ટુંકા ગાળામાં અહી લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ ઉતરશે અને હાલમાં દરિયાકાંઠે ફલેમીંગો પેલીકન અને કુંજની સંખ્યા સૌથી વધુ છે. અમરેલી આસપાસના જળાશયો પર દર વર્ષે ફલેમીંગો આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે જળાશયોના કાંઠા ગુંજી ઉઠશે ભરપુર વરસાદને પગલે અમરેલી જિલ્લામાં ખોડિયાર,મુંજીયાસર,વડી,ઠેબી,ધાતરવડી,રાયડી સહિતના તમામ જળાશયો પાણીથી લથબથ છે. એકેય જળાશયમા ઉનાળા સુધી પાણી ખુટે તેવી શકયતા નથી. જેને પગલે આ જળાશયોના કાંઠા પ્રવાસી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠશે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0