વિવાદિત ખેતી બીલના વિરોધમાં આવેદન આપવા જઈ રહેલ AAP કાર્યકર્તાઓની ધરપકડ-ખેરાલુ

શેર કરવા અહીં ક્લિક કરો.

આજ બુધવારના રોજ મહેસાણાના ખેરાલુ મુકામે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમખ હસમુખભાઈ પટેલ સહીત કાર્યકર્તાઓ વિવાદીત ખેતીબીલના સંદર્ભે મામલતદારને આવેદનપત્ર આપાવા જઈ રહ્યા ત્યા પોલીસે તમામની ધરપકડ કરી હતી. 

દિલ્લીની સરહદો ઉપર દેશભરના ખેડુતો વિવાદીત ખેતી બીલના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. જેમાં તેમની માંગ છે કે વટહુકમથી પસાર કરેલા ત્રણ વિવાદીત ખેતી બીલ રદ કરવામાં આવે. તેની સામે કોન્દ્રીય સરકારે હઠીલુ વલણ અખત્યાર કર્યુ છે. જેના કારણે ખેડુતોના આદોંલનને વધુ વેગ મળ્યો . આ મામલે દેશની તમામ વિપક્ષી પાર્ટીઓએ  આંદોલનને સમર્થન કરી રહી છે. એવાામાં આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવીંદ કેજરીવાલ પણ આ બીલને સમર્થન જાહેર કર્યુ હતુ.

ગુજરાત આમ આદમી પાર્ટીના દ્વારા ઠેર ઠેર આ વિવાદીત ખેતી બીલના વિરોધમા કાર્યક્રમો આપવાની ઘોષણી થઈ હતી.જેના પગલે મહેસાણાના જીલ્લા પ્રમુખ હસમુખભાઈ સહીત કાર્યકર્તાઓ ખેરાલુમાં મામલતદારને આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા ત્યા આવેદનપત્ર આપતા પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. 

આ સરમુખત્યારશાહી સરકાર,પ્રશાસનનો દુરઉપયોગ કરી લોકોને એમની રજુઆત કરતા અટકાવી રહી છે. સરકારમાં બેઠેલા લોકો જ્યાં ઈચ્છે ત્યા મોટી સંખ્યા ભેગી કરી કાર્યક્રમો યોજી શકે છે પરંતુ જનતાને જે કાયદાઓથી નુકશાન થવા જઈ રહ્યુ છે એની રજુઆત કરવા જતા લોકોની ધરપકડો કરી દેવામાં આવે છે. એવુ પાર્ટીના જીલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલે કહ્યુ હતુ.

આ ધરપકડ બાદ તેમને ક્યારે છોડવામાં આવશે એ પ્રશ્નના જવાબમાં AAP જીલ્લા પ્રમુખે કહ્યુ હતુ કે, અહીનુ પ્રશાસન નીતીન પટેલને પુછ્યા વગર કશુ જ નથી કરી શકતુ જેથી તેમને પુછીને જ અમને છોડવામાં આવશે. પ્રશાસન માટે શુ પક્ષ અને શુ વિપક્ષ એમના માટે તો સૌ સરખા હોય છે પરંતુ વિપક્ષીની આવી રીતે ધરપકડ દર્શાવે છે કે પ્રશાસન સત્તાધીષોના દબાણમાં કામ કરી રહ્યુ છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.