અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

અર્નબની ધરપકડ વ્યક્તિગત બાબત, ભાજપ ઈમરજન્સીની બુમો પાડવાનુ બંધ કરે ….

November 5, 2020

અન્વય નાઈકના સ્યુસાઈડ મામલે રીપબ્લીક ટીવી ચેનલના એન્કર અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ હોબાળો શરૂ થયો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અર્નબ ગોસ્વામીની ધરપકડ મામલે એના સમર્થનમાં આવી લોકતંત્રના ચોથા સ્તંભ ઉપર હુમલો જણાવી રહ્યા છે. પરંતુ બીજા પક્ષનુ માનવુ છે કે અર્નબની ધરપકડ તેની પ્રોફેશનાલીઝમને કારણે નહી પરંતુ પર્સનલ મેટર હોવાથી પત્રકારીતા ઉપર હુમલો કહી શકાય નહી.

આ ધરપકડ બાદ લગભગ તમામ બીજેપીના મોટા નેતાઓ અર્નબ ગોસ્વામીના સમર્થનમાં બોલી ચુક્યા છે. જેમાં અમીત શાહ,પ્રકાશ જાવડેકર, સ્મુતી ઈરાની સહીત અન્ય નેતાઓ આ ધરપકડને પત્રકારીતા ઉપર હુમલો જણાવી રહ્યા છે.

તો બીજી તરફ સોશીયલ મીડીમાં આ ધરપકડને વાજીબ ગણવામાં આવી રહી છે. જેમાં અનેક યુઝર્સ અન્વય નાઈકના સ્યુસાઈડ નોટને ક્વોટ કરી અર્નબ ગોસ્વામીને તેના મોતનો જવાબદાર માની રહ્યા છે.  ઉપરાંત અન્વયની પત્નીના વિડિયો પણ ખુબ વાઈરલ થઈ રહ્યા છે. જેમાં તે તેના પતિના મોતના જવાબદાર તરીકે અર્નબ ગોસ્વમીને માને છે. કેમ કે વર્ષ 2018 માં અન્વય નાઈકે રીપબ્લીક ટીવી ચેનલના સ્ટુડીયોનુ ઈન્ટીરીયર ડીઝાઈનનુ કામ રાખ્યુ હતુ. જેનુ 84 લાખ જેટલુ પેમેન્ટ નહી ચુકવવાના કારણે અન્વયે આત્મહત્યા કરી હતી જે તેમની સ્યુૂસાઈડ નોટમાં પણ લખી ગયા છે. સોશીયલ મીડીયામાં એવી પણ દલિલો કરવામાં આવી રહી છે કે, જે લોકોને સુશાંતના કેસમાં કોઈ પણ સ્યુસાઈડ નોટ નહોતી મળી છતા પણ આશંકાના આધારે કેટલાય લોકોને જબરદસ્તી કેસમાં ઘુસાડી ન્યાયની માંગ કરી રહ્યા હતા. જ્યા અહિ તો સ્યુસાઈડ નોટમાં સાફ સાફ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એની ઉપર કાર્યવાહી કેમ ના કરવામાં આવે ? 

મીડીયા જગત પણ આ ધરપકડને લઈ વહેચાયેલુ જોવા મળી રહ્યુ છે. જેમા અનેક લોકોનુ માનવુ છે કે પત્રકાર હોય એટલે એને ક્રાઈમ કરવાની છુટ નથી મળી જતી. અર્નબ ગોસ્વામીની ધરપકડ એની પર્સનલ લાઈફમાં કરેલા ક્રાઈમને લીધે કરવામાં આવી છે જેથી તેનુ સમર્થન  થઈ ના શકે. મીડીયાનો એક વર્ગ એવો પણ છે જે માને છે કે અર્નબ ગોસ્વામી છેલ્લા કેટલાક સમયથી જે કરી રહ્યો છે એ પત્રકારીતા નહી પરંતુ સરકારની દલાલી છે. માટે એનુ સમર્થન એના કામને પત્રકારીતા તરીકે સ્વીકાર થશે જે એ બીલકુલ નથી કરી રહ્યો.

કેટલાક લીબરલ પત્રકારો આ ધરપકડની નીંદા પણ કરી રહ્યા છે. જેમાં એમની દલીલ છે કે રાજ્ય દ્વારા આ પ્રકારની ધરપકડ નીંદનીય છે.

અર્નબ ગોસ્વામીની ધરપકડને પત્રકારીતા ઉપર હમલો માનવો એ યોગ્ય નથી. પત્રકાર હોવાથી તેને પ્રોફેશનાલીઝમને કારણે અટેક કરવામાં આવે તો એક સમયે સમર્થન અંગે વિચારી પણ શકાય. પંરતુ એની પર્સનલ લાઈફમાં ક્રાઈમ કરે તો એનો પણ બચાવ કરવો એ હાસ્યાસ્પદ છે. અગાઉ આપણે તરૂણ તેજપાલના કેસમાં જોઈ ચુક્યા છીયે કે તેઓએ પોતાની પત્રકારીતાથી અનેક ઘોટાળા તથા સ્ટીંગ ઓપરેશન બહાર લાવ્યા હતા. જેના કારણે અનેક લોકોને સજા થઈ હતી. પરંતુ એમના પર્સનલ લાઈફમાં રેપ જેવો કેસ બનતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમનુ કરીયર ખતમ થઈ ગયુ હતુ. તરૂણ તેજપાલની ધરપકડને કોઈયે  પત્રકારીતા ઉપર હુમલો નહોતો માન્યો કેમ કે એ એમની પર્સનલ બાબત હતી. એવી જ રીતે અન્વય નાઈકને પૈસા નહી ચુકવવાથી તેને આત્મહત્યા કરી લીધી હતી જે ક્રાઈમ લગત અર્નબ ગોસ્વામીની ન્યાયીક તપાસ થવી જ જોઈયે. 

અન્વય નાઈકના કેસને લઈ ભાજપવાળા મહારાષ્ટ્રની સરકાર ઉપર પોલીટીકલ વેન્ડેટાનો આરોપ લગાવે છે અને કહી રહ્યા છે કે, આ કેસમાં 2018માં અર્નબને ક્લીનચીટ આપી દેવામાં આવી હતી તો અત્યારે કેમ ધરપકડ કરવામાં આવી રહી છે ?  જેના ઉત્તરમાં દલિલો મળી રહી છે કે, એ સમયે ફડણવીસની સરકાર હોવાથી તેમને અન્વય નાઈકના પરીવાર સાથે અન્યાય કરી અર્નબને આ કેસમાંથી બચાવી લીધો હતો. અન્વયના પરીવારને ન્યાય મળે એ માટે તેની ધરપકડ કરવામાં આવી છે. 

સામાજીક કાર્યકરો સહીત કેટલાક પત્રકારો અન્વય નાઈકની પત્નીનો વિડિયો શેર કરી રહ્યા છે. જેમા એ ન્યાયની માંગ કરી રહી છે. તેના પતીના મોતના જવાબદાર તરીકે અર્નબ ગોસ્વામીને માને છે જેથી એની ઉપર કાર્યવાહીની કરવામાં આવે એમ તે વાઈરલ વીડીયોમાં જણાવી રહી છે. 

 જે લોકો અર્નબ ગોસ્વામીની પર્સનલ બાબતે ધરપકડને મીડીયા ઉપર હુમલો કહી હોબાળો મચાવી રહ્યા છે. તેઓની ઉપર આરોપ લાગી રહ્યા છે કે, જે લોકો ખરેખર તેમની પત્રકારીતાના કારણે જેલમાં ગયા હતા એમની ધરપકડ ઉપર ચુપ્પી કેમ હતી ?

જેમાં ગુુજરાતના ધવલ પટેલ વિરૂધ્ધ કોરોના વાઈરસના નંબરો ઉપર બોલવાના કારણે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના મીર્જાપુરમાં એક પવનકુમાર નામના પત્રકારને મધ્યાહન ભોજન ઉપર રીપોટીંગ કરવા બદલ યોગી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. એના બાદ યુપીમાં જ હાથરસ મામલે રીપોર્ટીંગ કરવા બદલ યુપી સરકારે સીદ્દીકી કપ્પન નામના પત્રકારની ધરપકડ કરી હતી. એના પહેલા પણ ભુતપુર્વ ઈન્ડીયન એક્સપ્રેસના પત્રકાર પ્રશાંતની પણ યોગી આદીત્યનાથ ઉપર ટ્વીટ કરવા બદલ સેડીશનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તથા આસામના રજબ સર્મા નામના પત્રકારને પશુઓનુ ગેરકાયદેસર પ્રવૃતી અંગે અધિકારીઓની મીલીભગતને બહાર લાવવા બદલ ધરપકડ કરવામા આવી હતી. આ બધા પત્રકારોએ એમના પ્રોફેશનાલીઝમના કારણે જેલમાં ગયા હતા. આ ધરપકડોને પત્રકારીતા ઉપર હુમલો માની શકાય. પરંતુ અર્નબ ગોસ્વામીએ અન્વય નાઈકને 84 લાખ નથી ચુકવ્યા જેથી એને આત્મહત્યા કરવાનો વારો આવ્યો એ બદલ એનો બચાવ કરવો એ હીપોક્રેસી ગણાય.

આ સીવાય પણ ધરપકડ કર્યા વગર કેટલાય  લોકોની પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે નોકરી છીનવાઈ છે.એને પત્રકારીતા ઉપર હુમલો કે ઈમરજન્સી માની શકાય. ગુજરાતના સુજલ દવે નામના ન્યુઝ એન્કર એમના ફેસબુક પોસ્ટમાં અનેક વાર કહી ચુક્યા છે તેઓ બેરોજગાર કોના કારણે થયા છે !

 

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
12:28 pm, Jan 15, 2025
temperature icon 26°C
clear sky
Humidity 32 %
Pressure 1016 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 7 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:14 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0