જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેના હવે એક્શનનાં મૂડમાં આવી ગઇ છે. જ્યા આજે જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોરનાં વરપોરા ગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. જેમા આતંકીઓ માર્યા ગયા છે. વળી બીજી તરફ જમ્મુ-કાશ્મીરનાં કનાચક વિસ્તારમાં સેનાએ એક ડ્રોનને બિટ કરવામાં આવ્યુ હતુ અને તેમા વિસ્ફોટક સામગ્રીને જપ્ત કરી દેવામાં આવેલ છે.
આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોરનાં વરપોરા ગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં આતંકીઓનાં ટોચનાં કમાન્ડરને છુપાવવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ટોચનાં આતંકી કમાન્ડર અને તેનો એક સાથી આ વિસ્તારમાં છુપાયેલો છે, જ્યાં પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર પોલીસનાં આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
આ એક આતંકવાદીનું નામ ફયાઝ વોર છે, જે ઘણા સૈનિકો અને નાગરિકોની હત્યામાં સામેલ હતો. તેણે ઉત્તર કાશ્મીરમાં ઘણી હિંસા ફેલાવી હતી. સ્થળ પરથી હથિયારો અને દારૂગોળોનો એક વિશાળ માત્રામાં મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે. જાે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ આ પહેલા પણ ઘણી વખત થઇ ચુકી છે. પરંતુ હાલમાં જ્યારે કોરોના મહામારી ચરમ પર પહોંચી હતી ત્યારે આતંકીઓની ગતિવિધિઓ વધવી ખરેખર ચિંતાનો વિષય છે.
આતંકવાદીઓએ ખીણમાં આતંક ફેલાવવા માટે એક નવી રીતની શોધ કરી છે. હવે આતંકવાદીઓ ડ્રોન દ્વારા ખીણમાં નવુ કાવતરું ઘડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આજે ફરી એક શંકાસ્પદ ડ્રોન સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ ડ્રોન કનાચક વિસ્તારમાં જાેવામાં આવ્યું છે, આ ડ્રોનમાં કેટલાક વિસ્ફોટકો પણ રાખવામાં આવ્યા હતા, જેને સેના દ્વારા પાડી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ખીણમાં જે રીતે ડ્રોન સતત જાેવામાં આવી રહ્યા છે, ત્યારથી જવાન તેના વિશે ખૂબ સજાગ થઇ ગયા છે. આ ડ્રોન સૈનિકોની સક્રિયતાને કારણે પાડી દેવામાં આવ્યું છે.