ગરવી તાકાત, મહેસાણા – મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ભૂતપૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને સુપ્રિમ કોર્ટે જામીન મંજુર કર્યા હતા. કોઇપણ શરત વગર વિપુલ ચૌધરીના જામીન સુપ્રિમે મંજૂર કર્યા હતા.
મહત્વનું છે કે, મહેસાણા દૂધ સાગર ડેરીના મામલે વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક સમથી જેલમાં હતા. જાે કે વિપુલ ચૌધરીના નેતૃત્વ હેઠળની આંજણા ચૌધરી સમાજનું મજબૂત સંગઠન અર્બુદા સેનાએ વિપુલભાઇના સમર્થનમાં જાેરદાર વિરોધ કર્યો હતો અને આખરે અર્બુદા સેનાની મહેનત રંગ લાવી અને આખરે વિપુુલ ચૌધરીને કોઇપણ શરત વગરના જામીન મંજુર કરવામાં આવ્યાં છે જેને લઇને અર્બુદા સેનામાં એક નવો જાેમ જુસ્સો જાેવા મળી રહયો છે.
વિપુલ ચૌધરીના વકીલે સુપ્રિમ કોર્ટે અગાઉ બે અઠવાડીયાનો સમય માંગ્યો હતો અને જે દલીલ સુપ્રિમ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને જામીન અંગેની સુનાવણી ટાળી દીધી હતી. ત્યારે આજે ૧૨ ડિસેમ્બરના રોજ સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન જામીન મંજૂર કર્યા હતા.