મહેસાણા જિલ્લાના વિસનગરમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ રેલી યોજી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજે અર્બુદા સેના દ્વારા આદર્શ વિદ્યાલય ખાતેથી મહારેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં વિસનગરની આદર્શ વિદ્યાલય ખાતેથી મામલતદાર કચેરી સુધી મહારેલી યોજાઇ. જેમાં અર્બુદા સેના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની તારીખ 14/09/2022ના રોજ રાત્રે ધરપકડ કરવામાં આવી હતી તેના વિરોધમાં અર્બુદા સેનાએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું. જેમાં વિપુલભાઈ ચૌધરીને ધરપકડમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ અર્બુદા સેના દ્વારા કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો સહીત મહિલાઓ રેલીમાં જોડાઈ હતી.

આ અંગે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ કે.કે.ચૌધરીએ જણાવ્યું હતું કે, જ્યારે સમાજનું સંગઠન થયું હોય, સમાજનું જ્યારે માણસ સંચાલન કરતો હોય એ માણસને દબાવી દઈ લોકશાહીનું ખૂન થયું. સત્તાના પાવરથી કોઈને દબાવી દેવા સમાજને દબાવી દેવાના જે પ્રયત્નો થઈ રહ્યાં તે લોકશાહીના વિરુદ્ધ છે. અમારી સૌની વિનંતી છે કે તાત્કાલિક વિપુલભાઈને મુક્ત કરો એમના પર કેસ કરવા હતાં તો પહેલા કરવા હતાં. તેમજ મહિલાઓએ પણ આક્રોશ સાથે જણાવ્યું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.