પુનઃ લોક ડાઉન આવશે તેવા સોશ્યલ મીડિયાના સમાચાર માત્ર અફવા – નીતિન પટેલ ના .મુખ્યમંત્રી ગુજરાત  
અરવલ્લી – લગભગ ૭૦ દિવસના લોક ડાઉન દરમ્યાન તમાકુ ,પાનમસાલા ,સોપારી ,ગુટખા ,સિગારેટ વગેરેના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં પાછલા દરવાજે કાળાબજારીઓ દ્વારા ખુબ જ ઊંચા ભાવે વેચાણ કરીને નફો રળી લીધો હતો તેવા સમયે કોના ઈશારે આટલું મોટું વેચાણ થતું તે એક પ્રશ્ન આજે પણ બંધાણીઓ અને શોખીનો માટે કોયડા સમાન બની રહેલ છે .પરંતુ મંજુરી મળતા માલસામાન આવતો હોવા છતાં દુકાનો અને ગોડાઉન નહિ ખોલીને ચાર થી પાંચ દીવસ ઊંચા ભાવથી જ વેપાર કરીને સરકારી ટેક્સ અને જીએસ ટી ની કર ચોરી થઇ હશે તે પણ માહિતી  મળેલ છે જ્યારે હાલમાં રાજસ્થાન સરકારે બોર્ડર  સરહદો સીલ કરી દીધેલ છે જેથી  બાયડ,સાઠંબા ,મોડાસા ,ધનસુરા જેવા તાલુકામાં વેપાર કરતા હોલસેલ દુકાન ધારક તેમજ એજન્સીઓ વાળાઓએ માલ નથી તેવું કહેવાનું શરુ કરી દીધેલ છે
પરંતુ વિમલ ના ૧૨૫ ના ૧૫૦ ,સિલ્વર ૧૨૫ ના ૧૪૦ ,બાગબાન ૨૦૫ ના ૨૪૦ ભાવ પાડીને ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. કારણ કે સોશ્યલ મીડિયામાં ફરીથી ૧૫ જુન કે ૧૯ જુન બાદ લોક ડાઉન આવશે તેવા  સમાચાર  વાયરલ  થતાં જ નામચીન હોલસેલ વેપારીઓ, જિલ્લા એજન્સી ધારક, સંગ્રહખોરો ફરીથી કાળાબજારી કરવા નાના દુકાનધારકોને તેમજ ફેરી કરતા વેપારીઓને માલ નથી તેવું કહી રહ્યા છે ,શું સરકાર કે વહીવટી તંત્ર દ્વારા આવી કૃત્રિમ અછત પેદા કરી ઊંચા ભાવ લેતા લોભિયાઓને શિક્ષાત્મક તેમજ દંડાત્મક કાર્યવાહી થશે કે નહિ એતો આવનારો સમય બતાવાશે ?.આવું કરવાની હિંમત અને પીઠ પાછળ કોનો હાથ હશે તે ચર્ચાએ જોર પકડ્યું છે.
Contribute Your Support by Sharing this News: