અરવલ્લી જિલ્લા ના સ્પોર્ટ્સ યુવાનો માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

અરવલ્લી જિલ્લામાં 30 થી 35 કરોડના ખર્ચે અદ્યતન સાધનો વાળું સ્પોર્ટસ સંકુલ બનશે, જીવનમાં રમત ગમતનું આગવું મહત્વ છે. રમત ગમતથી શારીરીક તેમજ માનસીક વિકાસ ખુબ થતો હોય છે જ્યારે અત્યારની જનરેશનને સ્પોર્ટસ તરફ આકર્ષણ વધ્યું છે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સ્પોર્ટસમાં પણ રસ લેતા થયા છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં કેટલાય રમતવીરો છે જે સગવડોને અભાવે પોતાનું કૌશલ્ય કેળવી શકતા નથી. જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં પણ રમતવીરો પોતાનું કૌશલ્ય પ્રગટ કરી શકતા નથી, જિલ્લાના તિરંદાજો નેશનલ સુધી પોતાના જોરે જઈ આવ્યા છે. આવા સમયે કૌશલ્ય ધરાવતા રમતવીરોને પ્રેક્ટીસ માટેનું મેદાન અને સરકાર તરફથી પ્રોત્સાહન મળી રહે તો જિલ્લાનું નામ રોશન થાય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ૩૦ થી ૩૫ કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ બનવા જઈ રહ્યું છે. જિલ્લા ના રમત વિરો આ સમાચાર સાંભળી એમના આનંદ નો પાર નથી રહ્યો અને આગળ જવા માટે એક સારી વાત છે જેમાં અદ્યતન સાધન સામગ્રી સાથે સ્વીમીંગ પુલ સહિતની સગવડો વાળું વિશાળ સ્પોર્ટ સંકુલ કાર્યરત થશે જેના કારણે અરવલ્લી જિલ્લાના રમતવીરોની ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

શેર કરવા અહીં ક્લિક કરો.