રાજસ્થાનમાં આંદોલનકારી સાથે સમાધાન થતા અરવલ્લી પણ શાંત પડ્યુ

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજસ્થાનમાં અત્યાર સુધી ચાલી રહેલ અનામત આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી જે આંદોલનને સમર્થન ગુજરાતના આદીવાસીઓ એ કરતા અરવલ્લી જીલ્લામાં ભારેલા અગ્ની જેવી પરીસ્થીતી ઉભી થવા પામી હતી. જેથી અરવલ્લી તરફ જતા બધા જ રૂટોને રાજ્ય સરકાર દ્વારા ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ રાજેસ્થાનના સી.એમ. ગેહલોત દ્વારા આદોંલનકારીઓ સાથે સમાધાન કરાતા પરિસ્થીતી ગુજરાતમાં પણ સામાન્ય બની હતી. 

રાજેસ્થાનમાં શીક્ષકોની ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવા અંગે બેરોજગાર આદીવાસી સમયુદાય દ્વારા સતત 18 દિવસ સુધી શાંતીપુર્ણ આંદોલન કરાઈ રહ્યુ હતુ ત્યારે રાજેસ્થાન તંત્ર દ્વારા આ આંદોલનકારીઓની સાથે સમાધાન કરવા જતા પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ પેદા થયુ હતુ. જેમાં બન્ને પક્ષ તરફથી હિંસા થઈ હોવાની ખબરો મળી હતી.આ ઘર્ષણમાં પોલીસની ગોળીબારીમાં અત્યાર સુધી બે આંદોલનકારીઓનુ મોત થવા પામેલ છે. જેથી પરિસ્થીતી વધુ ગંભીર થવા પામેલ હતી. આ આંદોલનકારીઓની માંગનુ સમર્થન ગુજરાતના આદિવાસી સમુદાયે કરાતા એની સૌથી વધુ અસર અરવલ્લી જીલ્લામાં જોવા મળી હતી. જેમાં અરવલ્લી જીલ્લાના બેરોજગાર યુવાનો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા, જે ભીડને અલગ કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા દમનકારી પગલા ભરાતા શામળાજી હાઈવે ઉપર ચક્કાજામના દ્વષ્યો જોવા મળ્યા હતા. જેથી ગુજરાત સરકાર દ્વારા તત્કાલ ધોરણે અરવલ્લી તરફ આવતા તમામ રૂટને ડાઈવર્ટ કરી દીધા હતા. જેમાં અમદાવાદ થી ઉદેપુર તરફ જતા માર્ગને ડાઈવર્ઝન અપાયુ હતુ, અને શામળાજી થી અંબાજી વાળા રોડ ને પણ ડાઈવર્ઝન આપવામાં આવ્યુ હતુ. જેથી અરવલ્લીમાં ચાલી રહેલ બેરોજગારોના આંદોલનથી લોકો પ્રભાવીત ના થાય.

FILE

આ પણ વાંચો  – રાજેસ્થાનમાં ચાલતા આદોંલનની આગ અરવલ્લી જીલ્લા સુધી પહોંચી,રૂટ ડાઈવર્ટ કરાયા

સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ રાજેસ્થાનના સી.એમ. ગેહલોત દ્વારા રાજેસ્થાનના ડુંગરપુર ખાતે ધરણા પર બેસેલા આંદોલનકારીઓ સાથે સમાધાન કરાતા એની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી. રાજેસ્થાનના આંદોલનકારીઓ દ્વારા ધરણા સમાપ્ત કરાતા અહિ ગુજરાતમાં અરવલ્લી જીલ્લામાં જેની અસર સૌથી વધુ હતી ત્યા પણ સ્થીતીસામાન્ય થવા પામી હતી જેથી અમદાવાદ થી ઉદેપુર વાળા હાઈવે ઉપર સ્થીતી સામાન્ય થતા વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.