અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ અને આર.આર.સેલ ના આંટા-ફેરા વધી જતા અને ભિલોડાના રીંટોડા ગામે સફળ રેડ પછી જીલ્લા પોલીસતંત્ર સાબદું બની બુટલેગરો પર તવાઈ બોલાવી છે શામળાજી પોલીસે ટ્રક માંથી મીની ટ્રકમાંથી બિસ્કિટના ખોખાની આડમાં ઘુસાડાતો ૪.૯૫ લાખ, જીલ્લા એલસીબી પોલીસે વેન્ટો કાર સાથે પાર્થ એપાર્ટમેન્ટ વસ્ત્રાલ રોડ પર રહેતા જીગર અરવિંદભાઈ ચાવડા નામના બુટલેગરને ૭૨ હજારના તથા જુહાપુરાના સંકલિત નગરમાં રહેતા ફૈઝાન રફીકભાઇ શેખની ઇનોવા કારમાંથી ૬૬ હજાર નો વિદેશી દારૂ ઝડપી પાડી ત્રણે શખ્શોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગળ પર અમલવારી બની રહી ગઈ છે અરવલ્લી જીલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ માર્ગો પરથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ મહિને દહાડે રાજ્યમાં ઠલવાતો હોવાની વાત જગ જાહેરછે.

શામળાજી પીએસઆઈ કેતન વ્યાસ અને તેમની ટીમે સતત બીજા દિવસે અણસોલ ગામની સીમમાંથી બિસ્કિટ ભરી પસાર થતી મીની ટ્રકને અટકાવી બિસ્કિટની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૦૪ કીં.રૂ.૪૯૫૬૦૦/- જથ્થો જપ્ત કરી અસલમખાન નૂરમોહમ્મ્દ મેઉ (રહે,મુરાદબાસ, હરિયાણા) ની ધરપકડ કરી મિનિટ્રક,બિસ્કિટના ખોખા-૪૫૦ નંગ, મોબાઈલ નંગ-૨ મળી કુલ રૂ.૧૬૯૭૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર ખેડ઼કીઢોલા ગુડગાઉના બુટલેગર સોનુ યાદવ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી જીલ્લા એલસીબી પી.આઈ.રબારી અને તેમની ટીમે પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમીના આધારે જીવણપુર નજીક નાકાબંધી કરી વેન્ટો ટીડીઆઈ કાર (ગાડી.નં-GJ 01 RD 8554 ) માંથી વિદેશી દારૂની બોટલ-૧૪૪ કિં.રૂ.૭૨૦૦૦ નો દારૂ ઝડપી પાડી કારની કિં.રૂ.૩૫૦૦૦૦/- તથા મોબાઈલ-૧ કીં.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૪૨૨૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદના વસ્ત્રાલ રોડ પર આવેલા પાર્થ એપાર્ટમેન્ટ માં રહેતા જીગર અરવિંદભાઈ ચાવડાને દબોચી લીધો હતો તથા શામળાજી આશ્રમ ચોકડી નજીકથી ઇનોવા કાર (ગાડી.નં-MH 04 DW 7779 ) ને અટકાવી કારમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ બોટલ-૧૩૨ કિં.રૂ.૬૬૦૦૦/- કારની કિં.રૂ.૩૫૦૦૦૦/-, મોબ કિં.રૂ.૫૦૦ મળી કુલ.રૂ.૪૧૬૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદ જુહાપુરાના સંકલિત નગરમાં રહેતા ફૈઝાન રફીકભાઇ શેખની ધરપકડ કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Contribute Your Support by Sharing this News: