કંગના રાણાવતના વાહીયાત નિવેદનો પરની FIRને મુંબઈ ટ્રાન્સફર કરવા અરજી !

શેર કરવા અહીં ક્લિક કરો.

કંગના રનોત અવાર-નવાર પોતાના વાહીયાત નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં કંગનાની સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે દેશમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે કંગનાની દરેક સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર કરી દેવામાં આવે.

થોડા દિવસો પહેલા કંગનાનું ‘ભીખમાં આઝાદીવાળાં’ નિવેદનથી હોબાળો થયો હતો. કંગના રનોતની સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર કરવાવાળા અહેવાલ પર કંગના રનોતે પણ પ્રતિક્રિયા આપી છે. કંગનાએ તેના પર હાસ્ય રેલાવતા કહ્યું, આ દેશની સૌથી તાકાતવર મહિલા.

ઉલ્લેખનીય છે કે, કંગનાની સામે આ અરજી વકીલ ચરનજીત સિંહ ચંદ્રપાલે કરી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે ખેડૂત આંદોલનને લઇને આખા દેશમાં કંગનાની સામે કરવામાં આવેલી એફઆઈઆર પણ ખાર પોલીસ સ્ટેશન, મુંબઈમાં ટ્રાન્સફર કરવાની સાથે ૬ મહિનામાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવે. આ સાથે 2 વર્ષની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાની ડિમાન્ડ પણ કરવામાં આવી છે.

આ અરજીમાં ચરણજીતનું કહેવુ છે, કંગનાનું નિવેદન અપમાનજનક છે. જેને પગલે રમખાણો થઇ શકે છે. આ સાથે ધાર્મિક ભાવનાઓને ક્ષતિ પહોંચી શકે છે. કંગનાનું નિવેદન દેશની એકતાને ખંડિત કરનારું છે. તેથી કંગનાને કાયદા હેઠળ સજા મળવી જાેઈએ. અરજીમાં ગૃહ મંત્રાલય, માહિતી ટેકનોલોજી અને પ્રસારણ મંત્રાલય અને ટ્રાઇને પણ કંગના પર પ્રતિબંધ લગાવવા માટે નિર્દેશ આપવાની અપીલ કરવામાં આવી છે.

(ન્યુઝ એજન્સીના ઈનપુટ સાથે)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.