કડી શહેરના ખાનગી કોચિંગ કલાસીસ સંચાલકો , કોમ્પ્યુટર કોચિંગ સંચાલકો , મ્યુઝીક – ડાન્સ – કરાટે – યોગા કલાસીસ ના સંચાલકો દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગ નું પાલન થાય એ રીતે  કોચિંગ શરૂ કરવાની પરવાનગી માટેની રજુઆત કરતું આવેદન પત્ર કડી નગરપાલિકા પ્રમુખ શ્રી તથા કડી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ને આપવામાં આવ્યું.
છેલ્લા 4..5 મહિનાથી કોરોના મહામારીને કારણે ખાનગી કોચિંગ કલાસીસ સંપૂર્ણપણે બંધ છે. જેથી કડીના 300 થી વધુ કોચિંગ કલાસીસ સંચાલકો તથા એમની સાથે જોડાયેલ 2000 થી વધુ શિક્ષકો , ક્લાર્ક , પટાવાળા , સફાઈ કર્મચારીઓ વગેરે બેરોજગાર બન્યા છે અને મોટી આર્થિક તકલીફો ભોગવી રહ્યા છે. મોટા ભાગના ટ્યુશન કલાસીસ ભાડા પટે હોવાથી સંચાલકો ને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે , જેની સામે એમની આવક શૂન્ય છે.
જેથી કડી એજ્યુકેશન એસોસિએશન દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈનનો અમલ થાય તથા સોસીયલ ડિસ્ટનસિંગ જળવાય એ રીતે કોચિંગ કાર્ય શરૂ કરવા દેવામાં આવે એવી માંગ રજૂ કરતું આવેદન પત્ર નગરપાલિકા પ્રમુખ શ્રી તથા કડી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ને આપવામાં આવ્યું.
Contribute Your Support by Sharing this News: