ગરવી તાકાત,બનાસકાંઠા
ઉત્તરપ્રદેશના લખનઉમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા દિવ્યાંગ મહિલા આરતી સિંગને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ખોટી રીતે હેરાન પરેશાન કરી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. એ માટે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી બનાસકાંઠા ટીમ દ્વારા તેમને ન્યાય અપાવવા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આ પણ વાંચો – લાલાવાડા ગામે મનરેગા કૌભાંડ મુદ્દે મહિલાઓનું ટોળું કલેક્ટર ઓફિસે પહોંચ્યું
આ સાથે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કપિલ ચૌહાણ ,બનાસકાંઠા વિકલાંગ વિકાસ ટ્રસ્ટ બનાસકાંઠા પ્રમુખ દિનેશભાઈ મકવાણા,બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ ભગાજી વિસાતર,મીડિયા કનવિનર સાજન ઠાકોર, મહિલા ઉપપ્રમુખ વર્ષાબેન રાઠોડ , સહ મંત્રી ભારતીબેન પટણી, મેમદપુર થી સાગરભાઈ ભાટિયા, રમણભાઈ ભાસોણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.