બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી ખેડુતોના અતિ મહત્ત્વના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. જેમાં રસાયણિક ખાતરોમાં અસહ્ય ભાવ વધારો પરત ખેંચવા તેમજ પાક ધિરાણ ઓટો રિન્યૂ સહિતના મુદ્દાઓને લઇ રજુઆત કરવામા આવી હતી.
પાકધિરાણ ઓટો રિન્યૂ કરવા તેમજ જળસંચય યોજના હેઠળ પાણીની તંગીથી ઉગારવા પણ માંગ
બનાસકાંઠા જિલ્લા કલેકટરને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોના કેટલાક પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી. રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવો તેમજ 30 જૂન સુધીના પાકધિરાણ ઓટો રિન્યૂ થાય તે માટે યોગ્ય નિર્ણય કરવો અને બનાસકાંઠામાં જે વિસ્તારને નર્મદાનાં નીર સિંચાઇ માટે નથી મળતા તેવા વિસ્તારમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી જળસંચય યોજના બનાવી કાર્યવાહી હાથ ધરવી. જેથી આવનારા સમયમાં ખેડૂતોને પાણીની તંગીમાંથી ઉગારી શકાય તેવી પણ માંગ કરાઇ છે. તે ઉપરાંત સુજલામ સુફલામ કેનાલમાં સતત પાણી છોડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.