મહેસાણા થી વાયા ધીણોજ ચાણસ્મા ને જોડતો રોડ નવો બને હજુ અમુક મહીનાઓ નથી થયા ને એક જ વરસાદમાં આ માર્ગ ઉપર ઠેર ઠેર મોટા ખાડા પડી જવા પામેલ છે. જેને લઈ બેચરાજીના ધારાસભ્યએ આજ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતીનભાઈ, માર્ગ અને મકાન વિભાગ ગુજરાતને લેખીતમાં અરજી કરેલ હતી. જેમા તેમણે જણાવેલ હતુ કે સદર રોડનુ રીપેરીંગ કામ તુંરત શરૂ થાય અને અગાઉ રોડને રીપૈર કરેલ કંપની વિરૂધ્ધ કાર્યવાહી કરી તેને બ્લેક લીસ્ટ કરવામાં આવે.

મહેસાણા થી બેચરાજી ને જોડતા રોડ પર કમરતોડ ખાડાઓ

મહેસાણા – ચાણસ્મા રોડને લઈ અરજીમાં બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે ઉમેર્યુ છે કે બે મહીના પહેલા જે રોડ નુ નવિનીકરણ થયુ હતુ તે અધિકારીઓ અને રોડના કોન્ટ્રાક્ટરની મીલીભગત હોવાથી રોડ બનાવવામાં કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર થયેલ છે, જેથી રોડ તુટી જવા પામેલ હતો. રોડ તુટતા સરકારી બસો અને અન્ય વાહનોને મોટા પાયે નુકશાન થયુ છે. જે પણ કંપનીએ રોડ બનાવવાનુ કામ કર્યુ છે તેને હલકી ગુણવત્તાનો માલ સામાન ઉપયોગ કરી જેમ તેમ કરી રોડ બનાવી જનતાના ટેક્સના પૈસામાં ભ્રષ્ટાચાર આચર્યો છે.

રાધે એસોશીયેટ પર લગાવ્યા આરોપ

વધુમાં તેમણે એમ જણાવેલ છે કે રાધે એસોશીયેટ જેવી કંપનીઓ જીલ્લામા રોડ,રસ્તા,બ્રીજ અને અન્ય બાંધકામ નુ કામ કરે છે, અને તે જે એસ્ટીમેટ બતાવે એટલુ જ સરકાર દ્વારા મંજુર કરાતુ હોય છે તો પણ રોડ અને બ્રીજ તુટી જાય છે તો આવી કંપનીઓએ ફરીથી કોન્ટ્રાક્ટ આપવાની જગ્યાએ બ્લેક લીસ્ટ કરવામાં આવે.

Contribute Your Support by Sharing this News: