કડી તાલુકા પંચાયત કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનું બાળમરણ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે. કડી તાલુકા પંચાયતમાં ભાજપના સત્તાધીશો જ સ્વચ્છતા અભિયાનના લીરે લિરા ઉડાડતા હોય તેમ ગંદકીના ઢગલાં અને પાનની પિચકારી મારેલી જોવા મળી રહી છે. તાલુકા પંચાયત કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારો આ ગંદકી ને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાલુકા પંચાયત કચેરીની દીવાલ નજીક જ કચરા ના ઢગલાં જોવા મળી રહ્યા છે અને ત્યાં આવતા અરજદારો દ્વારા મનફાવે ત્યાં પાનની પિચકારીનો નજારો જોવા મળી રહ્યો છે. ગંદકીને કારણે મચ્છરોના ઉપદ્રવ વધી શકે છે અને સાથે સાથે રોગચાળો પણ વધી શકે છે.
વિશ્વ આખું જ્યારે કોરોના સંક્રમણનો સામનો કરી રહ્યું છે,ત્યારે સ્થાનિક તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છતા બાબતે કરવામાં આવી રહેલી આવી ઘોર બેદરકારી જોવા મળી રહી છે. અને તાલુકા પંચાયતના અઘિકારીઓ જ સ્વછતા જાળવણી માટે ગ્રામજનોને વારંવાર સૂચનો આપી રહ્યા હોય છે ત્યારે પોતાની તાલુકા પંચાયતમાં જ ગંદકી સાફ સફાઈ નથી કરાવી શખતા તો કડી તાલુકામાં આવેલ ગામડાઓ ની શું હાલત હશે તે જોવા જેવું હશે ! આ પંચાયત ની અંદર થયેલ ગંદકીને કારણે કોઈ બીમારીમાં ધકેલી દે તો નવાઈ નહી તંત્ર આ દિશામાં યોગ્ય પગલાં ભરે તેવી લોકોની ઉગ્ર માગણી ઉઠી છે.
એક તરફ સરકાર દ્વારા સતત સ્વચ્છતા જાળવવા લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવી સ્વચ્છતા માટે સતત અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ તાલુકા પંચાયતની કચેરીઓમાં જ ગંદકી જોવા મળી રહી છે, તો કડી શહેરમાં કેટલી સ્વછતા હશે તે આ ગંદકીના દ્રશ્યો જોઈને જ જોવા મળી રહ્યું છે. ત્યારે આવી ગંદકીના સામ્રારાજ્યથી મેલેરિયા જેવા અનેક રોગો ફેલાવવાની દહેશત સેવાઇ રહી છે અને ખરાબ દુર્ગંધથી ત્યાં આવતા અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જ્યારે આ ગંદકીનું સામ્રારાજ્ય દૂર ક્યારે કરવામાં આવશે.
કડી તાલુકા પંચાયતના સત્તાધીશો અને તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર તાલુકા પંચાયતના તંત્રના પેટમાંથી પાણી પણ હલતું નથી. તે આ ગંદકીના ઢગલાં અને પાનની પિચકારી મારીને દીવાલને જે લાલ ઘુમ કરવામાં આવ્યું છે તેના પર થી જોવા મળી રહ્યું છે. તંત્ર આ ગંધકીને ક્યારે સાફ સફાઈ કરવામાં આવશે કે પછી તેને પંચાયતના અધિકારીઓ આંખ આડે કાન કરી રહી હોય તેવો અહેસાસ પ્રજાજનો અનુભવી રહ્યા છે. કડી તાલુકા પંચાયતના કર્મચારીઓ પોતાની મન માની કરી રહ્યા હોય તેવું દેખાય છે. હવે જોવાનું રહ્યું કે આ કચરાના ઢગલાં અને ગંદકી ક્યારે દૂર થશે કે કેમ તે તો જોવું જ રહ્યું.