ગરવીતાકાત,સાબરકાંઠા(તારીખ:૧૮)

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પશુપાલકોની જીવાદોરી ગણાતી સાબર ડેરી ને ગુજરાત કિસાન સભા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સમિતિ દ્વારા ધી સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ( સાબર ડેરી ) ના ચેરમેન શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત કિસાન સભા સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સમિતિ આગેવાનો, દૂધ મંડળીઓના ચેરમેનશ્રીઓ, સેક્રેટરીશ્રી તથા પશુપાલકો ના આગેવાનો તેમની માંગણીઓને લઈ સાબરડેરી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગણીઓ કરવામાં આવી હતી

(૧) વર્ષ ૨૦૧૭ – ૧૮ માં એડવાન્સ ચૂકવેલ ભાવ ફેર ૩.૨ ટકા કાપી લીધા સિવાય વર્ષ ૨૦૧૮ – ૧૯ નો ભાવ ફેર પૂરેપૂરો ૧૦ ટકા મુજબ તાત્કાલિક ચૂકવો

(૨) સાબર ડેરી દૂધ ઉત્પાદકો પાસેથી ૬ ફેટ ના દૂધની ખરીદી ૪૨ રૂપિયા લિટર ના ભાવે કરે છે, ૬ ફેટ નું દૂધ બજારમાં ૫૪ રૂપિયે વેચાણ કરે છે. આમ લિટરે રૂપિયા ૧૨ તફાવત સાબરડેરી ને મળે છે એટલે સ્પષ્ટ થાય છે કે સાબર ડેરી દૂધ ઉત્પાદકો નુ અમાનવીય શોષણ કરે છે તે ઉપરાંત દૂધની બનાવટોમાં પણ વખતોવખત ભાવ વધારો સાબર ડેરી કરે છે દૂધમાં મળતો તફાવત ઓછો કરીને દૂધના પોષણક્ષમ ભાવ દૂધ ઉત્પાદકોને ચૂકવો

(૩) સરકારશ્રી રજીસ્ટર કરેલ તમામ દૂધ મંડળીઓને બિનશરતી સંઘના સભાસદ બનાવો ઘણી દૂધ મંડળીઓ રજીસ્ટર થયેલ ૪૦ વર્ષ થયાં હોવા છતાં સાબરડેરી સંઘના સભાસદ બનાવતી નથી આ બાબત સાબરડેરીના વહીવટદારો માટે શરમજનક ગણાય સાબરડેરીની અંદાજિત કુલ-૧૯૦૦ દૂધ મંડળીઓમાં થી માત્ર ૯૦૦ જેટલી દૂધ મંડળીઓ સંઘના સભાસદ છે જે ગંભીર બાબત ગણાય

(૪) સાબરડેરીની ભરતી ટેકનિકલ સિવાય ભરતી, દૂધ મંડળીઓના કર્મચારીઓમાંથી ભરતી કરો.
જેવી બાબતો ગુજરાત કિસાન સંઘ દ્વારા માંગણીઓ કરવામાં આવી હતી વધુમાં સાબર ડેરીના પૂર્વ ચેરમેન શ્રી જેઠાભાઈ પટેલ ઉપર છેતરપિંડીના આક્ષેપ કરવામાં આવેલ હતા વધુમાં ગુજરાત વિધાનસભા સાબરકાંઠા અરવલ્લી ના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પશુપાલકોને પૂરતો ન્યાય નહીં મળે તો ગુજરાત કિસાન સભાના આંદોલન ચાલુ રહેશે.

Contribute Your Support by Sharing this News: