ત્રણ વિવાદીત ખેતી બીલના આંદોલન વચ્ચે કોરોનાની બીજી લહેરે જોર પકડતા ગુજરાત સહીત દેશભરમાં આંશીક લોકડાઉન જાહેર કરાયુ હતુ. જેમાં APMC માં ફ્રુટ, શાકભાજી સીવાયની ખરીદી બંદ કરી દેવામાં આવી હતી. છેલ્લા 1 માસ કરતા પણ વધુ સમયથી APMC બંદ હતી પરંતુ રાજ્યમાં કોરોના કેસ ઘટતાની સાથે APMC ને શરૂ કરવાની પરમીશન અપાઈ હતી. APMC શરૂ થતાં ખેડુતો તેમનો પાક મંડીઓમાં વેચવા નિકળ્યા છે ત્યારે અપુરતા ભાવને લઈ ખેડુતો ભારે નિરાષ જોવા મળી રહ્યા છે.
એશિયાના સૌથી મોટા APMCની વાત કરવામાં આવે તો અહી સમગ્ર ગુજરાતમાંથી ખેડુતો જીરું ઈસબગુલ અને વળીયાળી વેચવા આવે છે. પણ હાલમાં પૂરતા ભાવ ન મળતા આ ખેડૂતો પરેશાન છે કારણ કે હાલમાં જીરના ભાવ તળીએ બેઠેલા છે લોડાઉન પહેલા જે જીરું 20 કિલોના 2800 રૂપિયા આસપાસ વેચાણ થતું હતું તે જીરના ભાવ અત્યારે ઘટી 2500 આસપાસ થઈ ગયા છે જેના કારણે ખેડૂત પરેશાન છે.
જોકે માત્ર જુઆરું નહીં પણ એરંડાના ભાવમાં પણ 50 રૂપિયાનો ઘટાડો થયો છે. જે એરંડાનો ભાવ 20 કિલોના 1100 થી 1070 આસ પાસ એરંડા વેચતા હતા તે ઘટી રૂ. 1020 ની આસપાસ પર પહોંચી ગયો છે. આ સીવાય રાયડો તમાકુ અને ના ભાવ પણ નીચે ગયા છે. એક તરફ ખેડૂતની ખેતી મોંઘી બની રહી છે ત્યારે બીજી તરફ APMC શરૂ થતાં ખેડૂત ને પૂરતો ભાવ ન મળતા ખેડૂત પરેશાન થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કેટલાક પાકો ઉપર MSP નક્કી કરવામાં આવે તો ખેડુતોને રાહત મળી શકે એમ છે.