ગરવી તાકાત,ઉંઝા

ઉઝા એ.પી.એમ.સી.વિવિદના વંટોળમાં

એશીયાનુ સૌથી મોટુ જીરાનુ માર્કેટ એ.પી.એમ.સી ઉંઝાને ભ્રષ્ટાચારનો ભોરીંગ આભડી ગયો. કરોડો રૂપીયાની ગેરરીતીના આક્ષેપો…

ઉંઝા એ.પી.એમ.સી.માં સેસની ગેરરીતીનો મામલો સામે આવ્યો છે. જેમાં એ.પી.એમ.સી .ના ક્લાર્ક ઉપર સમીતીની પ્રતીષ્ઠા અને આવક ઉપર અસર થાય તેવા આરોપ લગાવતા પત્ર લખી સૌમીલ પટેલને પદ ઉપરથી હટાવવાની માંગ કરવામાં આવી હતી, અને સૌમીલ પટેલ ઉપર તેના ચેમ્બરમાં કેમેરા લગાવવા બદલ તેને સજા કેમ ન કરવી એ અંગે સૌમીલ પટેલ સામે આરોપ લગાવી તેને પદ ઉપરથી હટાવી તેની ઉપર પોલીસ ફરિયાદ કરી તેની વિરૂધ્ધ કાર્યવાહીના પ્રયત્નો થઈ રહ્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર સામે પક્ષે સોમીલ પટેલે પણ એ.પી.એમ.સી.ના ચેરમેન  દિનેશ પટેલ , સેક્રેટરી વિષ્ણુ પટેલ અને ધારાસભ્ય આશાબેન ઉપર આરોપ લગાવતા જણાવ્યુ છે કે મને ઘણા સમય પહેલા સુચના આપવામાં આવી હતી કે માત્ર 2 ટકા રકમ જ સંસ્થાની બુકમાં નોંધવાની અને બાકીની રકમ અમારા ધંધાકીય એકાઉન્ટન્ટ કનુભાઈ પટેલને સોપી દેવી, જેથી મારૂ નામ આ ભ્રષ્ટાચારમાં ખોટી રીતે ના સંડોવાય એ માટે મે મારી ચેમ્બરમાં કેમેરા લગાવ્યા હતા. મને ડર હતો કે, કોઈ ને કોઈ દિવસ જ્યારે આ લોકોના સેસની રકમ ઉપર ભ્રષ્ટાચારના રાજ ખુલશે ત્યારે એ લોકો મને ફસાવી દેવાનો પ્રયત્ન કરશે માટે મે મારા બચાવ માટે ચેમ્બરમાં કેમેરા ગોઠવ્યા હતા. 

એ.પી.એમ.સી. ની કાર્યવાહી

એ.પી.એમ.સી.ના હોદ્દેદારો દ્વારા આરોપ લગાવી ક્લાર્ક સોમીલ પટેલ પાસેથી લેખીતમાં નિવેદન લેવામાં આવ્યુ હતુ જે લેખિત નિવેદનમાં સૌમીલ પટેલે જણાવ્યુ હતુ કે મારે સંસ્થામાં ગેરરીતી કરવાનો કોઈ ઈરોદો ન હતો છતા પણ મારાથી ભુલ થઈ હોય તો માફ કરવા વિનંતી, પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર સૌમીલ પટેલ નુ કહેવુ છે કે મારી પાસેથી દબાણપુર્વક આ નિવેદન લેવામાં આવ્યુ હતુ. 
આ કૌભાડને લઈ અનેક સવાલો ઉભા થાય છે કે, જો ઉંઝા એ.પી.એમ.સી એ વાતથી વાકેફ હતી કે સેસ માર્કેટની કામગીરી ઈન્સપેક્ટર લેવલની પોસ્ટ હોવા છતા પણ સૌમીલ પટેલનુ કેમ પોસ્ટીંગ કરવામાં આવ્યુ? પોતાની જ  ઓફિસની ચેમ્બરમાં કેમેરો લગાવવો એને કેવી રીતે ગુનો માની શકાય ?  જ્યા નાણાકીય લેવડ દેવડ થતી હોય ત્યાં કેમેરા લગાવવાથી પારદર્શીતા વધતી હોય. પરંતુ ક્લાર્ક ઉપર કેમેરા લગાવ્યાનો આરોપ કરી સંસ્થાના અન્ય હોદ્દેદારોને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા હોય એવી લોકોની આમધારણા બની શકે.

સેસ ઓફિસમાં અનઅધિકૃત વ્યક્તિ કેમેરામાં કેદ

એ.પી.એમ.સી.ના ક્લાર્ક સોમીલ પટેલના આરોપસર એ.પી.એમ.સી.ના ચેરમેન  દિનેશ પટેલ , સેક્રેટરી વિષ્ણુ પટેલ અને ધારાસભ્ય આશાબેનના કહ્યા અનુસાર કનુ પટેલ નામનો કોઈ પ્રાઈવેટ એકાન્ટન્ટ જેને આ એ.પી.એમ.સી. ના સેસ ડીપાર્ટમેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી, જે એ.પી.એમ.સી.ની સેસની ઓફિસમાં પ્રવેશવા માટે અધિકૃત ન હોવા છતા પણ તે સેસ ડીપાર્ટમેન્ટના ચેમ્બરમાં ઘુસી પૈસાની લેવડ – દેવડ કરી રહ્યાની તસ્વીરો સામે આવી હતી.  જે ક્લાર્ક સોમીલ પટેલના દાવાને ક્યાંક ને ક્યાંક સત્ય સાબીત કરી રહી હોય એવી લોકોના માનસપટલ ઉપર છાપ ઉભી થઈ શકે,એ.પી.એમ.સી.ના સેસના રૂપીયા સંસ્થાની બુકમાં નહી પરંતુ દિનેશભાઈ પટેલના માણસ કનુ પટેલને પધરાવી દેવામાં આવતા હશે.

દિનેશભાઈ પટેલ નો ખુલાસો

 

ગરવી તાકાતના પ્રતીનીધી દ્વારા એ.પી.એમ.સી.ના ચેરમેર દિનેશભાઈ પટેલ સાથે આ અંગે ટેલીફોનીક વાતચીત કરી હતી જેમાં દિનેશભાઈએ જણાવ્યુ હતુ કે અમે પણ ઈચ્છીયે છીયે કે આ આખો મામલો ચોખ્ખો થઈ જાય, જે અમારી સામે આક્ષેપ લગાવ્યા એ અમારી સામે તો આવે, અમારા સમયગાળામાં 25 ટકા સેસની આવક વધી છે. આ લોકડાઉનના સમયમાં વેપાર ઠપ હોવા છતા પણ અમારી આવકમાં વધારો થયો છે.
તેમને વધુુમાં જણાવ્યુ હતુ કે અમારો એક ડીરેક્ટરના અમારી જે તે સમયે ચુંટણીમાં પ્રક્રીયામાં ખરાબ સંબધો વચ્ચે ચુંટણી લડ્યા હતા એ ડીરેક્ટરની વાતોને દરકિનાર કરતા તેને પોતાના ભત્રીજાને હાથો બનાવી અમારી સામે આવા આક્ષેપો કરાવ્યા છે.
ક્લાર્ક સોમીલ પટેલ નો ફોન કેમ બંદ આવે છે? ના જવાબમાં તેમને જણાવ્યુ હતુ કે, ક્લાર્ક સોમીલ પટેલ ફોન બંદ કરી નાશતો ફરે છે, જેથી અમારી ટીમ દ્વારા તેના ઘરે જઈ નોટીસ આપવામાં આવી હતી કે, આ આરોપોનો ખુલાસો કરવા એ.પી.એમ.સી. ની ઓફિસે આવે, અને આ આરોપોનો ખુલાસો કરે, અમારી તેની સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી.
દિનેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર સૌમીલ પટેલને કેમેરા અંગે નિવેદન લખાવતા તેને ઉડી જાય એવી પેનથી સહી કરી હતી.
Contribute Your Support by Sharing this News: