ગરવી તાકાત મહેસાણા : મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરમાં ટીબી રોડ બાદ રવિવારે વોર્ડ નંબર 6માં મહાશક્તિ ગ્રાઉન્ડ સેટેલાઇટ સોસાયટીની બાજુમાં રૂપિયા 2માં 10 લિટર મીનરલ પાણી અને રૂપિયા 5માં 10 લિટર ઠંડા મીનરલ પાણીની સુવિધાનો પ્લાન્ટ રહીશો માટે કાર્યરત કરાયો છે.
આ પ્લાન્ટનું લોકાર્પણ કરતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, હવે શહેરના મુખ્ય હાઇવે પર રૂ.90 કરોડના ખર્ચે મોઢેરા અંડરપાસની કામગીરી પૂર્ણ થવા આવી, એકાદ મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે.
રાજ્યની 158 નગર પાલિકામાં એકમાત્ર મહેસાણા નગરપાલિકાએ શહેરમાં બહેનો માટે મફત સિટીબસ સેવા શરૂ કરી છે. અત્રે મહાશક્તિ ગ્રાઉન્ડ રોડનું પાલિકા દ્વારા પ્રહલાદભાઇ પટેલ નામકરણ કરાયું હતું. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસ, શાસકપક્ષના નેતા કિર્તીભાઇ પટેલ, ર્ડા.અનિલભાઇ પટેલ, સીઓ અલ્પેશભાઇ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલ, ગીરીશભાઇ પટેલ સહિત અગ્રણીઓ, સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.