માણાવદર સહકારી મંડળીની વાર્ષિક સભા 16 લાખ નાફો અને 12 ટકા ડિવિડન્ડ

શેર કરવા અહીં ક્લિક કરો.

માણાવદર સહકારી મંડળીની વાર્ષિક સભા 16 લાખનો નફો અને ૧૨ ટકા ડિવિડંન્ડ

માણાવદર સેવા સહકારી મંડળીની 65 ની વાર્ષિક સાધારણ સભા પટેલ સમાજના સભાગૃહમાં મંડળીના પ્રમુખ દેવજીભાઇ ઝાટકીયા ના પ્રમુખપદે મળી હતી સભામાં છેલ્લા 40 વર્ષથી મંડળીના મંત્રી પદે રહેલા મોહનભાઈ પરસાણીયા નું કોરોના ના કારણે અવસાન થતાં સભામાં બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.સભામાં કારોબારી સભ્ય વિજયભાઈ ઝાટકીયાએ મંડળી ના હિસાબો રજૂ કર્યા અને તેમાં મંડળીએ કરેલ રૂપિયા ૧૬ લાખનો નફો તેમજ સભાસદોને ૧૨% ડિવિડંન્ડ આપવાનું જાહેર કરેલ સભાસદોએ આવકારેલ.

આ પણ વાંચો – માણાવદર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકનું મબલખ ધોવાણ તાકીદથી સર્વે કરવા કોંગ્રેસની માગણી

સભાના પ્રમુખ દેવજીભાઈ એ મંડળી નો ઇતિહાસ અને થયેલ પ્રગતિનું આંકલન કરી જણાવ્યું કે આજે આપણી આ સંસ્થા માત્ર મંડળી જ નહીં પણ બેન્ક છે આપણા સભ્યોને છેલ્લા દસ વર્ષથી આપણા ભંડોળમાંથી ધિરાણ કરીએ છીએ અને ૪૨ લાખના કૃભકો અને ઇફકો ના શેર ધરાવતા હોવાથી તેના ડિવિડન્ડ થકી મોટો નફો થાય છે. દેવજીભાઈ એ આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ નો આભાર માનતા જણાવ્યું કે ખેડૂતોને વગર વ્યાજે ધિરાણ મળે છે જે અગાઉ ૧૪ ટકા એ લેવું પડતું હતું તેઓએ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા નું વચન આપ્યા મુજબ આપણી મગફળી નહીં પણ તેનું તેલ બમણી કિંમતનું અને કપાસિયા નહીં પણ તેનો ખોળ  ૯૦૦થી ૧૮૦૦ ગુણીના થઈ ગયા છે અંતે સહુનો આભાર માની સભા પૂરી થયેલી હતી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.