— કડી નગરપાલિકા કસ્બા વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન કરતી હોવાની લોકોમાં ચર્ચા :
ગરવી તાકાત મહેસાણા : કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ નવઘરી થી મોટા તળાવ જવાના રસ્તા ઉપર ગટર ઉભરાવા ની સમસ્યા ને લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
કડી નગરપાલિકા દ્વારા બનાવાયેલ પ્રિમોનસુન પ્લાન ના ધજીયા ઉડતા હોય એવા કિસ્સા કડી શહેરમાં પ્રકાશમાં આવી રહ્યા છે.કડી શહેરમાં ઠેકઠેકાણે ગટર ઉભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.કડી ના કેટલાક વિસ્તારમાં પાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરી તેના વિકાસ ઉપર ધ્યાન નહિ આપતી હોવાનું લોકોમાં ચર્ચા જામી છે.કડી ના કસ્બા વિસ્તારમાં આવેલ નવઘરી થી મોટા તળાવ વિસ્તારમાં જવાના રસ્તા ઉપર ગટર ઉભરાવાની સમસ્યા ઘણા સમયથી યથાવત જોવા મળી રહી છે
છેલ્લા ઘણા સમય થી આ વિસ્તારની ગટર ઉભરાય છે પરંતુ પાલિકા ના કર્મચારીઓ કે પદાધિકારીઓને આ વિસ્તારમાં સાફ સફાઈ કે ઉભરાતી ગટર સાફ સફાઈ કરી લોકોની સમસ્યા દૂર કરવામાં કોઈ રસ ના હોય તેવા દ્રશ્યો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.સાફ સફાઈ ની કામગીરી માં ઓરમાયું વર્તન કરતી કડી પાલિકા ની કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
કડી માં છેલ્લા કેટલાક દિવસ થી ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે જેમાં અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થી લઈને ગટર ના ઢાંકણા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જેથી શહેરમાં રાહદારીઓ અને વાહનચાલકો ભય ન ઓથાર હેઠળ જીવી રહ્યા હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી