અંકલેશ્વર-રાજપીપળા ચોકડી ઓવરબ્રીજ ઉપર એક લકઝરી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તીનું કરૂણ મોત નીપજ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

અંકલેશ્વર રાજપીપલા ચોકડી ઓવરબ્રીજ પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ૧નું મોત ૫ ઘાયલ હતું જ્યારે બસના પાંચ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા. અંકલેશ્વર-રાજપીપળા ચોકડી ઉપર પુરઝડપે પસાર થતી અને સુરત તરફ જતી લકઝરી બસના ચાલક ઓવરટેક કરવા જતા ટ્રક સાથે ઘડાકાભેર અથડાઇ હતી. અકસ્માતની આ ઘટનામાં એક પેસેંન્જરનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે બસમાં સવાર અન્ય પાંચ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. અકસ્માતના પગલે એકત્રીત લોકોએ ઘાયલ પાંચ ઇસમઓને સારવાર અથે હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાસને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.