મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને તેમના પરિજનો સાથે સંબંધિત સંસ્થાનો પર તાજેતરમાં જ દરોડા બાદ ઈનકમ ટેક્સ વિભાગે 17 કરોડ રૂપિયાની આવક છુપાવવાની જાણકારી મેળવી લીધી છે. સત્તાકીય સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે ઈનકમ ટેક્સે રાષટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સાથે જાેડાયેલા નાગપુર સ્થિત ન્યાસમાં નાણાંકીય ગડબડની જાણકારી મેળવી છે જે ત્રણ શૈક્ષણિક સંસ્થાન ચલાવે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ કહ્યુ, તપાસ દરમિયાન મળેલા પુરાવાથી સ્પષ્ટ થાય છે કે 17 કરોડ રૂપિયાની આવક છુપાવવામાં આવી હતી.
સીબીડીટીએ કહ્યુ કે 17 સપ્ટેમ્બરે નાગપુરની એક પ્રમુખ સાર્વજનિક હસ્તી અને તેમના પરિજનોના નાગપુર, મુંબઈ, દિલ્હી અને કલકત્તા સ્થિત 30 ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. સત્તાકીય સૂત્ર અનુસાર આ કાર્યવાહી દેશમુખ વિરૂદ્ધ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક બેન્કના લોકર પર પ્રતિબંધિત હુકમ લાગુ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી 71 વર્ષીય દેશમુખ પર રૂપિયાની ગેરકાયદે લેવડદેવડ સહિત અન્ય કેસ નોંધાયા છે જેની સીબીઆઈ અને ઈડી તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્રના થાણેમાં બીલ્ડીંગ ધરાશાયી થતાં 7ના મોત !
અગાઉ મુંબઈમાં વસૂલી કાંડમાં અનિલ દેશમુખ વિરૂદ્ધ ઈડ્ઢએ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. નોટિસ જારી થયા બાદ અનિલ દેશમુખ દેશ છોડીને જઈ શકતા નથી. દેશમુખ પર આરોપ છે કે તેમણે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી રહેતા 100 કરોડથી વધારેની વસૂલી કરાવી હતી. મની લોન્ડ્રિંગ મામલે રજૂ થવા માટે ઈડી તરફથી અનિલ દેશમુખને પાંચ વાર નોટિસ જારી કરવામાં આવી પરંતુ રજૂ થયા નહીં. એજન્સીએ જણાવ્યુ કે રજૂ થવાને લઈને અનિલ દેશમુખ અને તેમના વકીલ તરફથી ઈડીને દરેક વખતે અલગ-અલગ દલીલ આપવામાં આવી રહી છે.