ગરવી તાકાત થરાદ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા ની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ધરણાં પ્રદર્શન કરી ને ગત તારીખ પાંચ થી સત્તર તારિખ સુઘી સતત હડતાળ પર ઉતરી ને ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે કાંકરેજ તાલુકા ના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા એ મામલતદાર કચેરી પાસે ધરણાં પ્રદર્શન કરી રહેલા કર્મચારીને રૂબરૂ મળીને મુલાકાત લીધી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ અંગે હૈયા ધારણ આપી ને કહ્યું હતું
કે હું આપની માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મનીષાબેન વકીલ ને રજુઆત કરી ને આપ સર્વે ને ન્યાય મળે તે અંગે રજુઆત કરીશ એવી ખાત્રી આપી હતી જેમાં કાંકરેજ તાલુકાના થરા યુનિટ દ્વારા પણ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં અન્ય રાજ્યોમાં હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારી ને જે પગાર ધોરણ લાભ મળે છે તે રિતે ગુજરાત રાજ્ય માં કાયમી ધોરણે લાભ મળે એવી આશા સાથે કાંકરેજ મામલતદાર દરજીસાહેબ ને આવેદનપત્ર આપી ને માંગ કરી હતી
ત્યારે અચાનક ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા એ કાંકરેજ તાલુકા ની આંગણવાડી કાર્યકરો સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી જેમાં થરા હોમ ગાર્ડ યુનિટ દ્વારા પણ આવેદનપત્ર આપી ને પગાર ધોરણ આપવાની રજુઆત કરવામાં આવી હતી. આમ તારીખ 15 સપ્ટેમ્બર નારોજ બે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે તંત્ર અને સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે કે નહિ
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ