વર્ષોથી પડતર પ્રશ્નોની માંગણી કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા, આંગણવાડી વર્કરો લડાયક મૂડમાં : બનાસકાંઠા

શેર કરવા અહીં ક્લિક કરો.

 પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા યોજ્યા  

પાલનપુર કલેક્ટર કચેરી બહાર આંગણવાડી વર્કરો દ્વારા ધરણાં યોજવામાં આવ્યાં હતાં. વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે ધરણા યોજી આગામી સમયમાં પણ આંદોલનની ચીમકી આપવામાં આવી છે. જેમાં વિવિધ પડતર પ્રશ્નો અંગે બેનરો સાથે દેખાવ પણ કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતી બહેનો દ્વારા આજે પાલનપુર કલેક્ટર કચેરી બહાર તેમના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે ધરણાં યોજવામાં આવ્યાં હતાં અને વય નિવૃત્તિ પછી પેન્શન આપો તેમજ અમને પણ સરકારી કર્મચારી ગણો અને કામનું ભારણ ઓછું કરો તેવી માંગણી સાથે બેનરો સાથે દેખાવો કર્યા હતા.
આ બાબતે આંગણવાડી વર્કરોના આગેવાન ચંપાબેને જણાવ્યુ હતુ કે માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં પણ આંદોલન ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અવાર નવાર આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતી બહેનો દ્વારા તંત્ર સામે આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરી તેમની માંગણીઓ મૂકવામાં આવે છે પરંતુ વર્ષોથી તેમની માંગણીઓ ન સંતોષાતાં હવે આંગણવાડી કાર્યકરો લડાયક મુડમાં હોય તેમ લાગી રહ્યું છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.