ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાત માં આંગણવાડી કાર્યકરો પોતાની માંગણીઓ સંદર્ભે લેખિત રજૂઆત કરી ને હવે સરકાર સામે બાંયો ચડાવીને હમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા હતા અને 150 થી વધારે બહેનો કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને ત્યારબાદ તાલુકા પંચાયત કચેરી માં સી ડી પી ઓ શ્રીમતી જશોદા પરમાર ને આવેદનપત્ર આપી ને માંગ કરી હતી જોકે ગુજરાત સરકારે આંગણવાડીના કાર્યકર તેડાગર બહેનોને ત્રીજા ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવાની માંગ કરી હતી
— કાંકરેજ તાલુકાની ત્રણ ઘટક ની આગણવાડી મહિલાઓ સી.એલ.ઉપર જઈ આજે કાંકરેજ તાલુકા મથકે મામલતદાર. સી. ડી. પી. ઓને વિવિધ માંગણીઓ ની કરાઈ હતી માંગ :
લઘુતમ વેતન આપી સરકાર દ્વારા મળતા તમામ લાભો આપવા જોઈએ . ( માનદ સેવક ના બદલે સરકારી નોકરીયાત / શ્રમજીવીનો દસ્તો આપવો (૩) ખાનગી કરણ બંદ કરો . સહમંત્રી : (૬) વય નિવૃતિની દર વર્ષની મર્યાદા સખો મધુબેન કાપડી (૭) કાર્યકરને મુખ્ય સેવિકામાં બળતી આપી તેડાગરને કાર્યકરમાં બઢતી આપી (૮) કાર્યકર / તેડાગર જે બઢતીમાં વય મર્યાદા નાબુદ કરી (૯) સીધી ભરતી બંદ કરી મુખ્ય સેવિકામાં કાર્યકરને જ પ્રાથમિકતા આપો . નીરૂપમાબેન પરમાર , મોબાઈલ કે રજીસ્ટરો બંનેમાંથી એક આપો મોબાઈલ પરત લઇ લ્યો કામ થતું જ નથી (૧૧) કાર્યકર તેડાગર ને સામાજિક સુરક્ષા પ્રોવિડંડ મેડીકલ સહાય .
બાળકોને શિષ્યવૃત્તિ ઉચ્ચ શિક્ષણમાં પ્રાથમિકતા (૧૨) આંગણવાડી કાર્યકર તેડાગરને આંગણવાડી નાસ્તા સુખડી બીલો ,દળામણના બીલોવિગેરે બીલો એડવાન્સમાં આપી (૧૩) વધારાની કામગીરી બંદ કરી બાળકોના પોષણ અને શિક્ષણ પર ભાર મુકો . (૧૪) આંગણવાડી કાર્યકર તેડાગરને સ્થળ બદલીનો લાભ આપો (૧૫) ખાસ મીની આંગણવાડીને સામાન્યમાં ફેરવો (૧૬) કોમ્પ્યુટરનો ખર્ચ સરકારશ્રી અથવા આઈ.સી.ડી.એસ. કરે આંગણવાડી કાર્યકરને માનદવેતનમાં આવા ખર્યા પોષાય તેમ નથી . તો આ બાબતે ઘટતું કરવા અને આંગણવાડી ની બહેનોને ન્યાય આપવા તમામ બેનોની નમ્ર વિનંતી છે . જોકે અત્યારે હવે વિધાનસભા ની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે હવે જુદાં જુદાં અર્ધ સરકારી સંગઠનો દ્વારા પોતાની માગણીઓ સંદર્ભે સરકાર પાસે લેખીત રજુઆત કરી ને રેલી. ધરણાં પ્રદર્શન અને સૂત્રોચાર કરી રહ્યાં છે ત્યારે કાંકરેજ તાલુકા આંગણવાડી કાર્યકર અને તેડાગર મંડળ ના જીલ્લા ઉપ પ્રમૂખ રેખાબેન જોષી ની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ