આન્ધ્ર પ્રદેશ: દારૂ ન મળતા સેનીટાઈઝર પીતા 10 જણાના મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત

આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં કોરોનાને કારણે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન એક ગામમાં દારૂની જગ્યાએ સેનિટાઇઝર પીતા ત્રણ ભિક્ષુ સહિત 10 દારૂડિયાઓનાં મોત થયાં હતાં. આ સેનીટાઈઝર પીવા વાળા છેલ્લા થોડા દિવસથી સેનિટાઇઝરને પાણી અથવા કોલ્ડ ડ્રિન્કમાં મિલાવીને પી રહ્યા હતા, એમ અહીના સુપરિન્ટેન્ડેન્ટ પોલીસ સિદ્ધાર્થ કૌશલે જણાવ્યું હતું.

કોરોનાને કારણે લોકડાઉન વધારવામાં આવ્યા બાદ દારૂની દુકાનો પણ બંધ હતી. તેથી તેઓ સેનિટાઇઝર પી રહ્યા હતા. બે જણનાં મોત ગુરુવારે રાત્રે અને બાકીના આઠનાં મોત શુક્રવારે સવારે થયાં હતાં. 

પ્રકાશમ જીલ્લાની પોલીસ તપાસ કરી રહી છે કે કે સેનિટાઇઝરમાં કોઇ કેફીદ્રવ્ય હતું કે નહીં. તેના નમૂના પોલીસે તપાસ માટે મોકલાવ્યા છે. પીડિતો દારૂના બંધાણી હતા અને કોરોના લોકડાઉનને કારણે તેમને દારૂ મળતો નહોતો. ત્રણ ભિક્ષુઓ સિવાય ગરીબ રિક્ષાવાળા અને હમાલીઓનો પીડિતોમાં સમાવેશ થાય છે એમ સુપરિન્ટેન્ડેન્ટ પોલીસ સિદ્ધાર્થ કૌશલે જણાવ્યું હતું.  આ સિવાયના અમુક લોકોએ પણ સેનિટાઇઝર પીવાને કારણે તબિયત ખરાબ થઇ ગઇ હોવાની ફરિયાદ કરી નોંધાઈ છે જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત હવે સ્થિર છે, એવુ જાણવા મળી રહ્યુ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.