પાલનપુરથી ૧૮ કિ.મી. દુર અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલ આ સ્થળે ઉમટે છે પર્યટકો
પાંડવ કાળમાં સ્થાપિત હાથીધરા ખાતે આવેલ હર ગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે. અરવલ્લીની ગીરીમાળામાં આવેલ એક રમણીય સ્થળ જ્યા પર્યટકો આનંદ માણવા ઉમટે છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થી પૂર્વ સ્થિત આશરે 18 કિલોમીટર ના અંતરે આવેલા અરવલ્લીની રમણીય ગીરીમાળામાં આવેલ હાથીધરા ખાતે અતિ રમણીય પર્યટક સ્થળ તરીકે કેટલાય વર્ષોથી હર ગંગેશ્વર ઉભરી આવ્યું છે. હાથીધરા પૌરાણિક ઈતિહાસ ધરાવે છે. અહીંના સ્થાનિક કર્મ કાંડ કરનાર પૂજારી, મહાત્માઓના જણાવ્યા અનુસાર અરવલ્લીની રમણીય ગીરી માળાઓમાં એક ઝીલ બારે માસ પાણીથી ભરેલી રહેતી હતી. જ્યાં હાથીઓની બેઠક જોવા મળતી હતી. પૌરાણિક મત મતાંતર પ્રમાણે અહીં પાંડવો અજ્ઞાત વાસમાં રહેતા હતા તે સમયે ભીમ દ્વારા હર ગંગેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી.
આ પણ વાંચો – પાલનપુરમાં પાલિકાની ઉદાશીનતાને કારણે મકાનની દિવાલ ધરાશાયી : વૃદ્ધ કાટમાળ નીચે દટાતા મોત
વખત જતાં અહીંના સ્થળને હાથીની ધરા કહેવાતા હાથીધરા સ્થળ તરીકે પ્રચલિત બન્યું હતુ. જ્યાં હજારો વર્ષ પછી અહીં હર હર મહાદેવ મંદિર પરિસરનો વિકાસ થતો ગયો અને અહીં કુદરતના ખોળામાં રમણીય પર્યટક સ્થળ બન્યું છે. જ્યાં મહેસાણા, પાટણ અને સાબરકાંઠા, અમદાવાદ જેવા દૂર દૂરના સ્થળોથી લોકો આ ઐતિહાસિક સ્થળ સાથે હર ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનિભવે છે. અહીં ગૌશાળા, પંખી ઘરથી હજારો પંખીઓ આશરો મેળવે છે. હર ગંગેશ્વર મહાદેવ મંદિર સ્થળ પર અનેક યજ્ઞો પણ થયા છે. જ્યાં આ પાવન ધરતી પર વિદ્વાન પંડિતો દ્વારા યજમાનો બની માટે હોમ, હવન યજ્ઞ કરાયા છે. જ્યાં ધાર્મિક લાગણીના આધારે લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. હજારો લોકોઅે અહીં લગ્ન ગ્રંથીથી જોડાઈ પ્રભુતામાં પગલાં પણ માંડ્યા છે.