બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને ટ્રાન્સફર કરી મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમાયા

મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ટ્રાન્સફર કરીને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને ટ્રાન્સફર કરી મધ્ય પ્રદેશના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે. લાલજી ટંડનને બદલે ફગુ ચૌહાણને બિહારના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે.

આ ઉપરાંત જગદીપ ધનખરને પશ્ચિમ બંગાળ અને રમેશ વૈશ્યને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આરએન રવિને નાગાલેન્ડના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં રામ નાઇકના સ્થાને આનંદીબેન પટેલને બનાવાયા રાજ્યપાલ
નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પર આપવામાં આવી છે. નોંધનીય છે કે, નિયુક્તિઓ એ તારીખોથી પ્રભાવી થશે જ્યારે તેઓ પોતાના સંબંધિત કાર્યાલયોનો પ્રભાર ગ્રહણ કરે છે