દેલા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલ રોડ પર સર્જાયેલા હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું…

March 26, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના દેલા ગામ પાસે આવેલી સુજલામ સુફલામ કેનાલ સામેના રોડ પર ગત 21મી માર્ચના રોજ સર્જાયેલા હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અજાણ્યા યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું આ મામલે મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગત 21 માર્ચ, 2026ના રોજ સવારે આશરે આઠ વાગ્યાના સુમારે દેલા સુજલામ સુફલામ કેનાલ પાસેના.

Mahesana Hit-Run: Youth Dies After 3 Days, Police Search For Driver

રોડ પરથી પસાર થઈ રહેલા આશરે 35 વર્ષીય અજાણ્યા પુરુષને કોઈ અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી ટક્કર મારી અકસ્માત સર્જી ચાલક પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો અમદાવાદ સિવિલના ICU વોર્ડમાં બેભાન અવસ્થામાં સારવાર લઈ રહેલા.

Ahmedabad: Woman dies, child injured after car hits two-wheeler on Sola  Bridge | Gujarat News | Sandesh

આ યુવકે ગત 24મી માર્ચના રોજ અંતિમ શ્વાસ લીધા પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકની કોઈ ઓળખ થઈ શકી નથી કે તેના કોઈ વાલીવારસ મળી આવ્યા નથી હાલમાં પોલીસ દ્વારા મૃતકની લાશને ઓળખ માટે આગામી સાત દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી આ મામલે મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બી.એન.એસ કલમ 106(1),281 તથા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0