મહેસાણાના પાલાવાસણા ONGC કોલોની સામે આવેલ રિધ્ધી-સિધ્ધી બંગ્લોઝમાં પરિવાર સાથે રહેતા ૫૬ વર્ષિય શરદચંદ્ર રામવિલાસ સક્સેના આસામ ONGCમાં એક્જીક્યુટીવ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તેઓ ૨૮ દિવસ આસામ ફરજ પર અને ૨૮ દિવસ રજાઓમાં મહેસાણા ખાતેના ઘરે રહે છે. ગત જાન્યુઆરી મહિનામાં તેઓ આસામ ફરજ પર હતા દરમિયાન ફેસબુક પર ર્ડા. પુગેલ રોઝ નામની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતાં તેને સ્વીકારી હતી. ત્યારબાદ એકાદ મહિના સુધી આ વ્યક્તિ સાથે તેઓએ વોટ્સએપ કોલ મારફત વાતો કરતાં સંબંધો વિસ્તર્યા હતા.
કેટલાક દિવસો બાદ ઉપરોક્ત નામ વાળી વ્યક્તિએ તેમના માટે પૈસા, દાગીના તથા કપડા સહિતનો સામાન મોકલેલ હોવાનું જણાવ્યું હતું. દરમિયાન અલગ-અલગ મોબાઈલ નંબરથી ફોન તેમજ વોટ્સએપ મેસેજ કરી કુરીયર છોડાવવા, ઈન્કમટેક્સ પે કરવા, ઈન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ પેટે, ચેક કલીયરીંગ પેટે, ન્યુ દિલ્હી મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ સર્ટીફીકેટ, ATM કાર્ડ મેળવવા પીન નંબર મેળવવા નાણાંની માંગણી કરી હતી. શરદચંદ્ર સક્સેનાએ આ વ્યક્તિની વાતમાં આવી જઈ ટુકડે ટુકડે રૂ. ૨૮,૯૦,૫૯૩ની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઈન નેટ બેન્કીંગથી જમા કરાવતા ગયા હતા. છતાં કુરીયર ન મળતાં તે છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ તેઓએ મહેસાણા સાયબર સેલમાં પુરાવા સાથે ફરિયાદ આપી હતી. આ મામલે તાલુકા પોલીસે ઉપરોક્ત નામના અજાણ્યા શખસ સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પાલાવાસણાની ઓએનજીસી કોલોની સામે આવેલ સિધ્ધી-સિધ્ધિ બંગ્લોઝમાં પરિવાર સાથે રહેતાં અને હાલ આસામ ONGC ખાતે ફરજ બજાવતાં ૫૬ વર્ષિય એક્જીક્યુટીવ એન્જીનીયર ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનતાં હડકંપ મચી જવા પામ્યો છે. ફેસબુક પર મિત્રતા કેળવી વિદેશથી મોકલાવેલ પાર્સલ છોડાવવા માટે કુલ રૂ. ૨૮.૯૦ લાખ નેટ બેન્કીંગ મારફત ચૂકવ્યા બાદ છેતરાયાનું માલુમ પડતાં આઈટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહેસાણામાં સોશિયલ મિડિયા દ્વારા છેતરપીંડીનો શિક્ષિત કર્મચારી ભોગ બનતાં ચકચાર મચી