મહેસાણા જીલ્લાની એલસીબી પોલીસ જીલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ સિંહ દ્વારા દારૂ જુગારના કેસો ને ઝડપી પાડવા તેમજ ગુના ની પ્રવૃતિઓ અટકાવવા માટે આપેલી સુચનાઓને લઇને સઘન પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક બંધ બોડીની ખોટી નંબર પ્લેટ વાળું બંધ બોડીનું મહેન્દ્ર પીકઅપ ડાલું દારૂ ભરી કડી ના દેત્રોજ ગાંધી ચોક થઇને અમદાવાદ તરફ જનાર છે. તે મળેલ માહીતી અનુશાર હકીકતો મેળવવા માટે કડી દેત્રોજ ગાંધીચોક કમલ સર્કલ પાસે આવી રોડ ઉપર આડશ ઉભો કરીને અવર જવર કરતા વાહનો ઉપર વોચ ગોઠવતા આવી રહેલી મહેન્દ્ર પીક અપ ડાલું શંકાસ્પદ જણાઇ આવતા તેની તપાસ કરતા પીકઅપ ડાલાની તલાશી કરતા અંદર થી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની નાની મોટી થઇને વિદેશી દારૂની બોટલો નંગ 4092 રૂપિયા કીંમત 4,084,800/- નો મુદ્દામાલ મળી આવી હતી.
પોલીસે પીક અપ ડાલું કીંમત રૂપિયા 4,00,000/- તેમજ મોબાઇલ 5,000/- તેમજ રોકડ રૂપિયા 1200/- કુલ 8,91,000/- નું મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરી કરતા રબારી મનોજ કુમાર રામા ભાઈ નેનીવા રોડ સાંચોર જાલોર રાજસ્થાન વાળા ની અટકાયત કરી વોન્ટેડ મોહબ્બત સિંહ રાવ મનોજભાઈ સાંચોર વાળા વિજય ઉર્ફે વીજુ વિનોદ સિંધી સહિત ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની તપાસ એલસીબી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી છે.