કાંકરેજના વસ્તાર ગામે પર્યાવરણ સંવાદ કાર્યક્રમ યોજાયો.

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત કાંકરેજ :  ભારત દેશ અત્યારે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો રાજ્યમાં તેમજ ગામડાઓમાં થઈ રહ્યા છે તેવામાં આજરોજ કાંકરેજ તાલુકાના રતનગઢ પાસે વસ્તાર કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી  કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પર્યાવરણ સંવાદ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા અઘ્યક્ષ ગુમાનસિંહ ચોહાણ.બનાસ બેંકના પૂર્વ ચેરમેન તેમજ થરા એપિ.એમ.સી.માર્કેટયાર્ડ ના ચેરમેન અણદાભાઈ પટેલ.ભારતસિંહ ભટેસરીયા. ડાયાભાઈ પીલીયાતર અનેક મહાનુભાવો ના ઉપસ્થિતિ માં કાર્ય કર્મ યોજ્યો…
આ સંવાદ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરીએ તેમજ કોરોના જેવી મહામારી થી બચીએ જેમ બને તેમ વધુ વૃક્ષો વાવી જિલ્લાને હરીયાળો અને સમૃદ્ધ બનાવીએ તેવુ આહવાન કર્યું હતું. આ સંવાદ કાર્યક્રમ વન વિભાગ ગુજરાત રાજ્ય.અને ગુજરાત ઇકોલોજી કમિશન અંતર્ગત જનજાગ્રુતિ ના હેતુથી રાખવામાં આવેલ.આ પ્રસંગે વિવિધ સંગઠનોના હોદેદારો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા…
આ સંવાદ કાર્યક્રમ ની આભાર વિધી ભારતીય જનતા પાર્ટીના કાંકરેજ ના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ એ કરી હતી.ત્યાર બાદ સૌ સાથે મળીને ભોજન કરીને છુટાં પડ્યા હતા
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.