વિસનગરમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધને એક્ટિવા ચાલકે ટક્કર મારતા મોત

August 8, 2022

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલ સોના કોમ્પલેક્ષમાં ક્રિષ્ણા ચૂલા ઢોંસા દુકાન સામે અજાણ્યા એક્ટિવા ચાલકને વૃદ્ધને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનું મોત નિપજ્યું. જેમાં વૃદ્ધના પિતાએ વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાવી. વિસનગરના કાંસા.એન. એ વિસ્તારની સેતુ કેતુ સોસાયટીમાં રહેતા સતીષકુમાર પ્રહલાદભાઈ પટેલ કે જેમના પિતા પ્રહલાદભાઈ પટેલ પણ એમની સાથે રહે જેઓ ડોકટર હાઉસની બાજુમાં આવેલ દુકાનમાં બેસવા માટે જતા.

જેમાં પ્રહલાદભાઈ જય અંબે નામની દુકાનમાંથી સોના કોમ્પલેક્ષમાં આવેલી ચાની લારી બાજુ ગયા. પરત આવતી વખતે રોડ ક્રોસ કરતા વખતે એક અજાણ્યા એક્ટિવા ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા નૂતન જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડૉકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા. ​​​​​​અજાણ્યા એક્ટિવા ચાલકે રોડ ક્રોસ કરતા વૃદ્ધને ટક્કર મારી ઇજાઓ પહોચાડતા તેનું મોત થતા એના પુત્ર સતીષભાઈ પટેલ દ્વારા વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા એક્ટિવા ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0