માનવ આશ્રમ ચોકડી પાસે આવેલ બ્રાઇટ એજ્યુકેશનમાં પ્રાથમિક વિભાગના બાળકોને દૂધસાગર ડેરીની વિઝીટ કરાવવામાં આવી.જ્યાં બાળકોએ દૂધ,માખણ,ઘી,દૂધનો પાવડર બનાવવાના પ્લાન્ટ જોયા.ડેરી હૉલમાં નાની મુવી બતાવી અને તમામ બાળકોને ઈલાયચી દૂધ પીવડાવ્યું.બાળકોને દૂધના ઉત્પાદનો વિશે સમજ આપવામાં આવી. ત્યારબાદ બાળકોને બી – ડિવિઝન પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવી. ત્યાં બાળકોને વિવિધ હથિયારો, ટિયર ગેસ,જેલ વગેરે વિશે સમજ આપી.પોલીસ આપણી રક્ષક અને મિત્ર છે તેવી સમજ બાળકોમાં કેળવાઈ તમામ બાળકોને પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો. કેજી વિભાગના બાળકોને સ્વામી વિવેકાનંદ લેકમાં વિવિધ આનંદના સાધનો,વિજ્ઞાન ભવન અને ટોય ટ્રેન ની મજા કરાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના મેનેજીંગ ડિરેક્ટર મયૂરીબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર સ્ટાફની મહેનતથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.

Contribute Your Support by Sharing this News: