બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી ખાતે બનાસ નદીમાં પાણીના વધામણા કરતાં કાંકરેજ વિસ્તારના ખેઙુતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ત્યારે મોટી સંખ્યામા ખેઙુતો અને લોકો હાજર રહ્યા હતા.

ગરવીતાકાત,બનાસકાંઠા: આજ રોજ કાંકરેજ તાલુકાનાં ઉંબરી પાસે પસાર થતી બનાસ નદીમાં નમઁદા યોજનાની સુજલામ સુફલામ કેનાલ દ્રારા નદીમાં પાણી નાખવામાં આવ્યું હતું. ત્યારે કાંકરેજ તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેઙુતો અને લોકો આગેવાનો ઉપસ્થીત રહ્યાં હતાં જેમાં કાંકરેજ ધારાસભ્ય કિતિઁસિંહ વાઘેલા ,તેજાભાઇ દેસાઇ પ્રમુખ તાલુકા પંચાયત,ભારતસિંહ ભટ્ટેસરીયા મહામંત્રી બીજેપી બનાસકાંઠા,ઇસુભા વાઘેલા,ઙાહ્યાભાઇ પીલીયાતર, ડીડી.જાલેરા, સહીતના રાજકીય નેતાઆે દ્રારા પાણીના વધામણા કરવામાં આવ્યાં હતાં. ત્યારે કાંકરેજ વિસ્તારના ખેઙુતોમા હષઁની લાગણી જોવા મળી હતી અને ખેઙુતો દ્રારા જાણવા મળ્યું હતું કે બે વષઁ બાદ નદીમાં પાણી આવતા જમીનનાં ઉઙા ગયેલા તળ  ઉંચા આવ છે.અને ખેઙુતો માટે પાણીનો પ્રશ્ર હલ થશે.તો બીજી બાજુ કિતિઁસિંહ વાઘેલા ધારાસભ્યઅે જણાવ્યુ હતું કે હાલનાં સમયમાં કાંકરેજ તાલુંકાના ખેઙુતો પાણી માટે ખુબજ ચિંતિત છે.ત્યારે અત્યારેની ભાજપ સરકાર ખેઙુતો અને ગરીબોની સરકાર છે.તે લોકો પ્રત્યે સંવેદનસીલ છે.અને ખેઙૂતોના પ્રશ્રો હલ કરવા અે સરકારનો મુખ્ય ધ્યેય છે.

મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા

Contribute Your Support by Sharing this News: