બચ્ચાને પકડીને સહી સલામત વન વિભાગના કર્મચારીઓને સોંપવામાં આવ્યું 
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે પાલનપુર તાલુકાના પટોસણ ગામે અજગરનું બચ્ચું મળી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે અજગરના બચ્ચાને પકડીને સહી સલામત વન વિભાગના કર્મચારીઓને સોંપવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પટોસણ ગામે અજગરનું બચ્ચું જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉમટી પડ્યા હતા અને ટી.આર.બી જવાનને જાણ થતા રાત્રે આવીને અજગરના બચ્ચાને પકડી વન વિભાગના અધિકારીઅોને સોંપી પશુ પ્રેમ દાખવ્યો હતો. પાલનપુર તાલુકાના પટોસણ ગામે ગત મોડી રાત્રે ગઢ જવાના રસ્તા પર આવેલ સોસાયટીની ખુલ્લી જગ્યામાં આ અજગરનું બચ્ચું જોવા મળ્યું હતું. આથી સોસાયટી સહિત આસપાસમાં રહેતા લોકો ગભરાઇ ગયા હતા અને આ બાબતે ટી.આર.બીના જવાનને જાણ થતાં ટી.આર.બી જવાન પ્રકાશભાઈ રાત્રે ત્યાં દોડી ગયા હતા અને માનવતા તેમજ પશુ પ્રેમ દાખવી આ બચ્ચાને વન વિભાગના અધિકારીઓને સોંપ્યું હતું. આમ પાલનપુર તાલુકાના પટોસણ ગામે અજગરના બચ્ચાઅે દેખા દેતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો

.

Contribute Your Support by Sharing this News: