રાષ્ટ્રીય લોક અધિકાર મંચના માધ્યમથી હરિજન શબ્દ દૂર કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત,પાલનપુર

રાષ્ટ્રીય લોક અધિકાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ ચૌહાણના માધ્યમથી પાલનપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી ને ગુજરાત સરકાર સરકારના તેમજ કેન્દ્ર સરકારના કેટલાક સંવિધાનિક પરિપત્રો સાથે ગેર બંધારણીય  હરિજન શબ્દ જેનો ઉલ્લેખ જમીન મહેસૂલ વિભાગમાં કરવામાં છે.

આ પણ વાંચો – કડીના લુણાવાડા ગામમાં વરસાદી પાણીનો નિકાલ કરતા દલિતોને જાતીસુચક ગાળો બોલી કામ કરતા અટકાવ્યા

આ શબ્દ હરિજનને રદ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી જેમાં સામાજિક આગેવાન મનોજભાઈ પરમાર , પાલનપુર તાલુકા અધ્યક્ષ કુંદનભાઈ.જી.પરમાર તેમજ વિવિધ સામાજિક આગેવાનો હાજર રહી ને સરકાર ને રજૂઆત કરેલ છે તેમજ ટુંક સમયમાં આ બાબતે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવેલ છે. 

વધુમાં જણાવી દઈયે કે, કેટલાક સરકારી દસ્તાવેજોમાં હજુ પણ ગૈરબંધારણીય શબ્દોને કાઢવામાં નથી આવ્યા, જેમ કે જુની જમીનના રેકર્ડમાં આવતી કચેરીઓ જેમ કે, જીલ્લા જમીન દફ્તર અને સીટી સર્વેની કચેરીઓ, કે ગ્રામ સચીવાલયના નક્શાઓ હોય એમાં પણ હરિજન સીવાયના અન્ય ગેર બંધારણીય શબ્દોને નીકાળવામાં નથી આવ્યા.

રીપોર્ટ- જયંતી મેતીયા,એડીટ-નીરવ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.